વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સજનપર-ધુનડા ગામ પાસે ખનીજ ચોરી રોકવા ગામના લોકોની માંગ


SHARE









મોરબી જિલ્લાના સજનપર-ધુનડા ગામ પાસે ખનીજ ચોરી રોકવા ગામના લોકોની માંગ

મોરબી જિલ્લાના સજનપર અને ધુનડા ગામ પાસે બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને ખનીજ ચોરી રોકવા માટે ગામના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અને ચાર દિવસમાં નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો ખનીજચોરી કરતા વાહનોને અટકાવી ખનીજ ચોરી બંધ કરાવવા કોર્ટના દ્વારા ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી જિલ્લાના સજનપર અને ધુનડા ગામની હદમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને ખનીજ માફિયાઓ દ્વારા તંત્રની શેહશરમ રાખ્યા વગર ખનીજ ચોરી કરી ઓવરલોડ વાહનો હંકારવામાં આવે છે જેથી કરીને લજાઈ, હડમતીયા, જડેશ્વર અને વાંકાનેરને જોડતા માર્ગ ભાંગીને ભુક્કો થઈ ગયેલ છે અને બેફામ ખનીજચોરી કરનારા તત્વો દ્વારા લોકોને આપવામાં આવેલ ૧૦૦ ચોરસ વારના પ્લોટની જમીન આપવામાં આવી છે તેને પણ હડપ કરી લીધેલ છે જેથી કરીને ખનીજ ચોરીને રોકવા માટે સજનપર ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ પંચાયતના સભ્યો અને ગામના લોકો રજૂઆત કરવા સમયે હાજર રહ્યા હતા અને આગમી ચાર દિવસમાં ખનીજચોરી બંધ કરવા માટે જો નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આટલું જ નહીં ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા જેસીબી, હિટાચી, ડમ્પરો સહિતના વાહનોને કબ્જે કરીને જે શખ્સો આમાં સંડોવાયેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરવાની પણ માંગ કરવામાં આવી છે




Latest News