વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


SHARE









મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના વડીલ એવા મગનભાઈ સંઘાણીનું અવસાન થતાં મૃત્યુનો શોક મનાવવાના બદલે સ્મશાન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને મૃત્યુના અસરને પણ ઉત્સવમાં પલટી દેવામાં આવ્યો હતો.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે જનકનગર વિસ્તારમાં રહેતા સંઘાણી પરિવારના મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.જેથી તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના પરિવાર દ્વારા પિતાના અવસાનમાં શોક મનાવવાના બદલે પરિવારની લીલી વાડી જોઈને ગયેલા વડીલની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંઘાણી પરિવાર તેમજ તેઓના સગા સંબંધીઓ દ્વારા અવસાન પામેલા મગનભાઈ સંઘાણીને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે સ્મશાન યાત્રા દરમિયાન કોઈએ રડવાનું નથી કે શોક મનાવવાનો નથી.તેથી હરી કીર્તન તેમજ ૐ નમ:શિવાયના જાપ સાથે મગનભાઈ સંઘાણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.




Latest News