મોરબીના લુટાવદર ગામે ઘરની પાછળ ઉકરડામાંથી દારૂની ૨૭ બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ
મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર કરવાની માંગણીને નજર અંદાજ કરતાં અધિકારી જમીન જીઆઇડીસીને ફાળવી દીધી: લોકોમાં રોષ, કાલે ગ્રામસભા
SHARE
મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર કરવાની માંગણીને નજર અંદાજ કરતાં અધિકારી જમીન જીઆઇડીસીને ફાળવી દીધી: લોકોમાં રોષ, કાલે ગ્રામસભા
મોરબી તાલુકાનાં પાનેલી ગામે ૧૦ એકર ગામ તળની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે આવી રહી છે જો કે, તેને ધ્યાને લેવામાં આવતી નથી અને સરકાર દ્વારા પાનેલી ગામની જમીન જીઆઇડીસી માટે આપી દેવામાં આવી છે અને ગામના લોકોને ઘોર અન્યાય કરવામાં આવેલ છે જેથી કરીને ગામના સરપંચ દ્વારા કાલે સાંજે ૫ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જો સરકાર દ્વારા નવું ગામ તળ મંજૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની અને સરપંચ પદ ઉપરથી રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે
મોરબી તાલુકાનાં પાનેલી ગામે કાલે તા. ૧૯/૧૦ ના રોજ સાંજે ૫ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગામને ગામ તળ સર્વે નંબર ૧૪૦ શિતળા માતાજીના મંદિરથી કરીને પાણીના સંપ સુધીનું ૧૦ એકર ગામ તળની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે તો પણ ગામના હક્કનું ગામ તળ મંજૂર કરવામાં આવ્યું નથી અને ગામતળ નીમ કરવાની સુચીત જગ્યા વિસ્તાર જીઆઈડીસીને જીલ્લા કલેકટર કચેરી તરફથી ફાળવી આપીને સમસ્ત પાનેલી ગામને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે
આ ગામતળની જગ્યા માટે પાનેલી ગામના તમામ સમાજના લોકો છેલ્લા વીસ વર્ષથી માંગણી કરે છે છતાં પાનેલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં પાનેલી ગામના લોકોના વિરૂદ્ધ વિરોધ હોવા છતાં સરકાર દ્વારા જીઆઇડીસીને જમીન ફાળવી દેવામાં આવેલ છે જેથી ગ્રામ સભા રાખવામા આવી છે અને આ ગ્રામ સભામાં ગામના વધુમાં વધુ લોકોને હાજર રહીને ગામના હક્કનું ગામગળ મંજૂર કરાવવાની લડાઈમાં સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને જો સરકાર દ્વારા ગામ તળ મંજૂર ન કરવામાં આવે તો આગામી દિવસોમાં સમસ્ત પાનેલી ગામના લોકોને સાથે રાખીને જન આંદોલન કરવાની ચર્ચા વિચારણા આ ગ્રામ સભામાં કરવામાં આવશે
પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ કરમશીભાઈ હડિયાલએ જણાવ્યુ છે કે, જો ગામ લોકોનો સાથ સહકાર સંપૂર્ણ હશે તો ચોક્કસ સરકાર દ્વારા ગામના લોકોની માંગણીને સ્વીકારવામાં આવશે અને ગામ લોકોની વર્ષો જૂની ગામતળની માંગણી સરકાર સ્વીકારશે તો સમસ્ત પાનેલી ગામના તમામ સમાજના લોકોને ન્યાય મળશે અને જો ગામના લોકો સાથે અન્યાય કરશે તો આગામી દિવસોમાં તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ છે અને સરકારે ગામને ઘોર અન્યાય કરેલ છે તે માટે રાજીનામું આપશે તેવું પણ જણાવ્યુ છે જેથી કરીને પાનેલી ગામમાં કાલે યોજાનાર સભામાં ગામના લોકોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે









