વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લુટાવદર ગામે ઘરની પાછળ ઉકરડામાંથી દારૂની ૨૭ બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE









મોરબીના લુટાવદર ગામે ઘરની પાછળ ઉકરડામાંથી દારૂની ૨૭ બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના લુટાવદર ગામે મકાનની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ૨૭ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૩૨૩૦ ની કિંમત નો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને આરોપી હાજર મળી ન આવતા તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા દિનેશભાઈ રામજીભાઈ કોળીના રહેણાંક મકાન પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરની પાછળના ભાગમાં ખુલી જગ્યામાં આવેલ ઉકરડામાંથી દારૂની ૨૭ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૩૨૩૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે દિનેશ રામજીભાઈ ધરમઠીયા જાતે કોળી રહે. લૂંટાવદર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂની ભઠ્ઠી

માળીયા મીયાણા તાલુકાના કોઇબા વાંઢ જવાના રસ્તા ઉપર તળાવ પાસે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને ૫૦૦ લીટર આથો તેમજ ૧૫ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળી આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપરથી ૧૩૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કરીમભાઈ ઇસ્માઈલભાઈ સાઇચા જાતે કચ્છી (ઉંમર ૩૦) રહે. રણછોડનગર પાછળ નવલખી રોડ સાઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News