મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અમદાવાદના વતની કોમલબેન એસ. જસવાણી એ તેમના માતૃશ્રી અનીતાબેનનો મેડીકલ કલેઇમ ધ ઓરીએન્ટ ઇન્સ્યુરન્સ કા.લી. નહી ચુકવતા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરે છે. અને કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે૧૦૫૦૦૦ અને ખર્ચના ૩૦૦૦ તા. ૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકા ના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

વીમા કંપની મેડીકલ કે અન્ય વીમો લેવામાં ઉતાવળ કરે પણ વીમો આપવામાં ઘણી વખત ઊંચા હાથ કરી નાખે છે આવા જ એક વીમા ગ્રાહક અમદાવાદના વતની કોમલબેન જસાણીએ પોતાની માતૃ અનીતાબેનને તાવ-શરદી અને કફ થતાં નબળાઇ આવેલ તેણીએ અમદાવાદની તૃપ્તી હોસ્પીટલમાં છ દિવસ દાખલ કરી સારવાર લીધેલ હતી તેને કોરોનો આવતા ખર્ચ ૧,૦૫,૦૦૦ ખર્ચ થયેલ અને અનીતાબેનનુ તા.૩૦/૪/૨૦૨૧ નાં રોજ અવસાન થયેલ છે પરંતુ વીમા કંપનીએ જાણાવેલ કે, રીપોર્ટ ગર્વમેન્ટ ઓથોરાઇઝ ડાયગ્નેસીક સેન્ટરે આપેલ નથી અને દર્દીને આર.ટી.પી.સી.આર. રિપોર્ટ નેગેટીવ આવેલ છે. માટે પોલીસીની શરતોમાં આવતાં ન હોઇ વીમો મળવા પાત્ર નથી તૃપ્તી હોસ્પીટલના ડોકટરનો અભિપ્રાય અને રિપોર્ટ મુજબ દર્દીમાં કોરોનાના લક્ષણો હતાં અદાલતે આ બાબત ધ્યાને લઇને કોમલબેન જસાણીને ૧૦૫૦૦૦ અને ૩૦૦૦ ખર્ચના તા.૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે. અને આવી રીતે વીમા કંપની દ્વારા જો કોઈને તેના હક્કના રૂપિયા આપવામાં ન આવતા હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News