મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત


SHARE







વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ આવી રહ્યા છે અને ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત તેઓના હસ્તે કરવામાં આવનાર છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ ૧૯૩૯ કરોડના વિકાસ કામોનું ખાતમહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સભાઓને ગજવી રહ્યા છે અને આગામી દિવસોમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયે રંગીલા રાજકોટમાં આજે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવાની છે તેની સાથો સાથ તેમના હસ્તે જુદા જુદા લાખો કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં ૧૪૬૧ કરોડના ખર્ચે સીરામીક પાર્ક, ૧૯૭ કરોડના ખર્ચે હળવદ મોરબી ફોરલેન, ૧૪૧ કરોડના ખર્ચે મોરબી જેતપર ફોરલેન, ૭૪ કરોડના ખર્ચે નવલખી રેલવે લાઈન ઓવરબ્રિજ, ૩૩ કરોડના ખર્ચે મોરબી જિલ્લા કોર્ટ, ૨૩ કરોડના ખર્ચે ગવર્મેન્ટ ક્વાર્ટર અને ૭ કરોડના ખર્ચે ટંકારા કોર્ટ બિલ્ડીંગ તેમજ મોરબી જિલ્લામાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ મેડિકલ કોલેજ આમ અનેક વિધ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે અને કુલ મળીને એક જ દિવસમાં મોરબીના ૧૯૩૯ કરોડના વિકાસ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યા છે જેથી કરીને મોરબીના લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે






Latest News