મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો 17050 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE









વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો 17050 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે તેમજ આશિયાના સોસાયટી પાસે સ્થાનિક પોલીસ દ્વારા વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સ મળી આવ્યા હતા અને પોલીસે તેની પાસેથી 17,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતો એક શખ્સ મળી આવ્યો હોય તેની પાસેથી રોકડા રૂપિયા 10,420 તેમજ 3000 રૂપિયાની કિંમત મોબાઈલ આમ કુલ મળીને 13420 નો મુદામાલ કબજે કરી પોલીસે જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી જાતે મિયાણા (29) રહે મારુતિ શોરૂમની પાછળના ભાગમાં વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે આવી જ રીતે વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે પણ જુગારના આંકડા લેવામાં આવત હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરતા સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેની પાસેથી પોલીસે 630 રૂપિયાની રોકડ અને 3,000 ની કિંમત નો મોબાઇલ આમ કુલ મળીને 3630 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સિકંદરભાઈ ઈકબાલભાઈ ખાટકી (33) રહે લક્ષ્મીપરા મોરબી રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને બંનેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News