વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજકોટ જેલમાથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયેલ હત્યાનો આરોપી મોરબીમાંથી ઝડપાયો


SHARE









રાજકોટ જેલમાથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયેલ હત્યાનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં પકડાયેલ અને આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવી રહેલા આરોપીએ હાઈકોર્ટમાંથી ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યાંથી છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જેને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે પકડીને રાજકોટ જેલ હવાલે કરેલ છે

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ અને દશરથસિંહ ચાવડાને મળેલ હકિકત આધારે પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા રહે. વિદ્યુતનગર દસ ઓરડીમાં મોરબી વાળાને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરેલ હતી જેથી કરીને આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં રાખવામા આવ્યો હતો અને આ પાકા કામના કેદીએ હાઇકોર્ટમાંથી ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને આરોપીને તા ૩૧/૮ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે જામીન પરથી પરત હાજર થયેલ ન હતો જેથી તેને પકડીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News