વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કુલના નાના ભૂલકાઓએ કર્યુ મોટુ કામ


SHARE









મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કુલના નાના ભૂલકાઓએ કર્યુ મોટુ કામ

નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે  જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને  આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી  જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા.નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ.મંજુ મેડમએ ખુબ બિરદાવ્યા હતા




Latest News