મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ભાજપની ટિકિટ લાવે તેની સાથે કાર્યકર્તા કામે લાગી જશે: મોરબી જીલ્લામાં જગજાહેર આંતરિક વિખવાદ વચ્ચે સાંસદનું મોટું નિવેદન


SHARE









ભાજપની ટિકિટ લાવે તેની સાથે કાર્યકર્તા કામે લાગી જશે: મોરબી જીલ્લામાં જગજાહેર આંતરિક વિખવાદ વચ્ચે સાંસદનું મોટું નિવેદન

મોરબીમાં જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ મળીને ૩૩ કરોડથી વધુના કામનું સંસદની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પત્રકારો દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લાની તમામ બેઠક ઉપર આંતરિક વિવાદ ચાલી રહ્યા છે તેનો પ્રશ્ન પુછવામાં આવતા સાંસદે કહ્યું હતું કે, જીલ્લામાં કોઈ વિવાદ છે જ નહીં અને જે ભાજપની ટિકિટ લઈને આવશે તેની સાથે ભાજપના કાર્યકર્તા રાષ્ટ્ર ભાવના સાથે કામે લાગી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા, તાલુકા અને પાલિકા વિસ્તારના જુદાજુદા ૩૩ કરોડથી વધુના ૭૬ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત સંસદના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારે મોહનભાઇ કુંડારિયાએ સભાને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં યોજાયેલા જુદાજુદા કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના ઓવોરબ્રિજ, ફોરલેન રસ્તા, કન્ટેનર ડેપો સહિતના કરોડો રૂપિયાના કામોને સીએમ, પીએમ અને સ્થાનિક આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને ઘણા કામોના ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યા છે ત્યાર બાદ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સાંસદને પત્રકારો સાથે જીલ્લામાં સ્થાનિક લેવલે જે જુથવાદ છે તેને લઈને પ્રશ્ન પુછવામાં આવતા મોહનભાઈએ ભાજપમાં જુથવાદ હોતો નથી અને ચુંટણીમાં કમળનું નિશાન લઈને કોઈ પણ આવે તો તેની સાથે જનુનાથી રાષ્ટ્ર ભાવના સાથે કામ કરતો હોય છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું જુથ સામસામે છે તો વાંકાનેર બેઠક ઉપર માજી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપના આગેવાન તેમજ વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાનું જુથ  સામસામે છે આવી જ રીતે હળવદમાં વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા અને માજી મંત્રી તેમજ વર્તમાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયાનું જુથ સામે સામે છે તે જીલ્લામાં જગજાહેર છે અને ટંકારાની બેઠક ઉપર પણ ભાજપના સ્થાનિક મુરતિય વધુ છે અને હજુ તો બહારથી ઉમેદવાર આવે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપને અન્ય પક્ષ કરતાં ભાજપમાંથી જ નુકશાન જાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે ત્યારે સાંસદ મોહનભાઇ દ્વારા આપવામાં આવેલ નિવેદન સાચું ઠરે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે




Latest News