વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એચઆઈવી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ-ધાત્રી માતાઓને કિટનું વિતરણ કરાયું


SHARE









મોરબીમાં એચઆઈવી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ-ધાત્રી માતાઓને કિટનું વિતરણ કરાયું

દિવાળી તહેવાર નિમિતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે તેમજ બાળકો માટે ન્યુટ્રીશન કીટ અને ઋતુ ગત ફળો વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી ના સ્થાનિક દાતા દ્વારા બહેનોને અંદાજીત રૂપિયા ૧૫૦૦ કિમત એક એવી ૫૦ જેટલી કીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ. પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત ઉઠાવી હતી અને અનમોલ ટ્રસ્ટના ટીઆઈના સ્ટાફ દ્વારા મદદ રૂપ થયેલ હતા તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ડીટીઓ એન.એન. ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું. તેમજ આજના આ કાર્યક્રમમાં ડૉ. વિપુલભાઇ કારોલીયા, ડૉ. દિશાબેન પડાલિયા, પિયુષભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમાંના દ્વારા એચઆઈવીની દવાનું મહત્વ પ્રોસ્ટીક આહારનું મહત્વ માતાના દુધ નું મહત્વ તેમજ તકવાદી ચેપ ટી.બી વીશે માહિતી આપેલ હતી.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું




Latest News