વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સિંઘમ ઈઝ બેક: મોરબી પાલિકામાંથી બદલી પામેલા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલી રદ્દ


SHARE









સિંઘમ ઈઝ બેક: મોરબી પાલિકામાંથી બદલી પામેલા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલી રદ્દ

મોરબી પાલિકાના ચીફ ઓફિસર સહિત રાજ્યના ૨૦ ચીફ ઓફિસરની થોડા દિવસો પહેલા બદલી કરવામાં આવી હતી જેથી કરીને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા હતા તેવામાં આજે મોરબી જીલ્લામાં રાજકીય ઇશારે મોરબીના ચીફ ઓફિસરને બદલાવા માટે હવાતિયા મારતા રાજકીય આગેવાનોને તમાચા જેવો ઘાટ સર્જાયો છે અને આજે ગુજરાત સરકાર દ્વારા મોડી સાંજે બદલીના નવા ઓર્ડર કરવામાં આવેલ છે જેમાં મોરબીના ચીફ ઓફિસરની બદલીને રદ્દ કરીને તેને પાછા મોરબીમાં મૂકવામાં આવ્યા છે તેમાં હળવદમાં પાટણથી નવા ચીફ ઓફિસર મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની એક પછી એક વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યના ૨૦ ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં આવતી રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી હતી અને તેને હળવદ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા હતા જો કે તે મોરબીનો ચાર્જ મૂકીને હળવદ ગયા ન હતા અને તેવામાં આજે વધુ એક ઓર્ડર સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમાં મોરબીના ચીફ ઓફિસરની બદલીને રદ્દ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિત રાજ્યમાં કુલ મળીને છ ચીફ ઓફિસર માટે આજે ઓર્ડર કરવામાં આવેલ છે જેમાં મોરબીના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ રાહુલ ડોડીયા અને સંજય પટેલનો અગાઉની બદલીમાં ઓર્ડર કરવા આવ્યા હતા જેને રદ કરવામાં આવેલ છે અને તેને મૂળ અગાઉ જે જગ્યાએ હતા ત્યાં જ રાખવામા આવેલ છે અને હળવદ પાલિકામાં પાટણથી પંકજ બારોટને મૂકવામાં આવેલ છે તે ઉપરાંત વૈશાલીબેન નિનામા અને બ્રહ્મભટ્ટની બદલી કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલી કરવા માટે કેટલાક રાજકારણીઓ દ્વારા જોર લગાવવામાં આવ્યું હતું પરંતુ તેની બદલીને રદ્દ કરવામાં આવતા ચીફ ઓફિસર ઝાલા દ્વારા જે સ્ટેટ્સ મૂકવામાં આવ્યું હતું તે બદલી કરવા માટે હવાતિયા મરનારા આગેવાનોને તમાચા સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી 




Latest News