ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પાસેથી દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે પકડાયેલ રાજસ્થાની જેલ હવાલે


SHARE









માળીયા (મી)ના ખાખરેચી પાસેથી દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે પકડાયેલ રાજસ્થાની જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટીઇ-વેબીલતથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ હતો અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવરટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ડ્રાઇવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૧ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

 

હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટીઇ-વેબીલતથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને પોલીસે જુદીજુદી ૫૦૫૨ દારૂની બોટલ તેમજ ૨૮૮૦ બિયરના રિનને કબજે કર્યા હતા તેમજ એક મોબાઇલ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટીડ્રાઇવીંગ લાયસન્સએ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામથાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર તેમજ માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને અને ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં રજૂ કરીને આરોપીના તા ૨૧ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે






Latest News