મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ રાજસ્થાની યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામ પાસે આવેલ મીઠાના કારખાનામાં ટ્રેક્ટર ચાલાકે ટ્રેક્ટરને પલટી ખવડાવી દેતા ટ્રેક્ટર ચાલકને મોઢા, માથા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના નવોડાબેરાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે આવેલ જલાલુદ્દીન સોલ્ટ મીઠાના કારખાના પાસે રહેતા હાસમખા વલીમામદભાઈ કલર જાતે સિંધી મુસ્લિમ (ઉંમર ૩૬) એ મરણ જનાર શારુખા ભૈરવખા મંગલિયા જાતે સિંધી (ઉમર ૪૬) રહે. બડનાવાજાગીર તાલુકો પંચપદરા જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે માળીયા મીયાણા નજીક આવેલ જલાલુદ્દીન સોલ્ટ પાસે મૃતક શેરુખા મંગાલીયા પોતાના હવાલા વાળું ટ્રેક્ટર નં. આરજે ૭ આરડી ૦૪૧૩ લઈને પસાર થતો હતો ત્યારે તેને બેફિકરાયથી પોતાના ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ટ્રેક્ટર પલટી મારી જતા તેને માથા, મોઢા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલયની પાછળના ભાગમાં શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા જાતે પટેલ પોતાની કાર નં. જીજે ૩ સીઆર ૫૫૮૫ લઈને મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક નગરનાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં. જીજે ૧૨ બીએક્સ ૬૮૭૯ ના ચાલકે તેની કારને લીધી હતી જેથી કરીને સુરેશભાઈને માથામાં તેમજ જમણા નેણ ઉપર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને ટ્રક ચાલકની સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News