મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દારૂની જુદીજુદી છ રેડ: ચાર શખ્સો દારૂ-બીયર સાથે પકડાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં દારૂની જુદીજુદી છ રેડ: ચાર શખ્સો દારૂ-બીયર સાથે પકડાયા

મોરબી અને વાંકાનેરમાં દારૂની જુદીજુદી છ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ બોટલ  દારૂ અને ચાર બિયરના ટીન સાથે પોલીસે છ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી નાકા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતના બિયરના ટીન કબજે કરીને ચિરાગભાઈ ભાઈલાલભાઈ મોડકા જાતે પટેલ (ઉંમર ૨૬) રહે. આરાધના સોસાયટી જીઆઇડીસીના નાકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી તેવી જ રીતે મોરબીના દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને નિકુલભાઇ કેશુભાઈ નકુમ જાતે દલવાડી (ઉંમર ૩૨) રહે. આનંદનગર વાળાની ધરપકડ કરેલ છે

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી સામેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને કેવલભાઈ જયેશભાઈ પીલોદરા જાતે મિસ્ત્રી (ઉંમર ૨૨) રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી ગોદામ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે તો મોરબીના ગ્રીન ચોક પાસે કુબેરના રોડ ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હિતેનભાઈ ઉર્ફ વિકી દિનેશભાઈ ઠોરીયા જાતે પટેલ (ઉંમર ૨૮) રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી હતી જેથી પોલીસે ૩૨૦ ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી અવેશભાઈ સલીમભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૬) રહે. જુના બસ સ્ટેશન પાછળ મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે તો વાંકાનેરના જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપરથી બાઈક નંબર જીજે ૩૬ એઇ ૬૪૯૯ લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હોય પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૨૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ માંડાણી જાતે તરગારા (ઉંમર ૨૭) રહે. ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News