મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

કાળનો ભેટો: માળીયા (મી) નજીક આઇસર ટ્રકના ચાલકે બંધ પડેલ કારની પાછળ ઉભેલા યુવાનને હડફેટે લેતા મોત


SHARE











કાળનો ભેટો: માળીયા (મી) નજીક આઇસર ટ્રકના ચાલકે બંધ પડેલ કારની પાછળ ઉભેલા યુવાનને હડફેટે લેતા મોત

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ દેવ સોલ્ટ કારખાનાની સામેના ભાગમાં કાર બંધ પડી ગઈ હોવાથી યુવાન કારની પાછળના ભાગમાં ઉભો હતો ત્યારે પાછળથી આવી રહેલ આઇસર ટ્રકના ચાલકે બેફિકરેથી પોતાનું વાહન ચલાવીને કારની પાછળ પોતાનું વાહન અથડાવ્યું હતું ત્યારે યુવાનને માથાના ભાગે ગંભીર થતાં તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ આઇસર ટ્રકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે નવી એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં રહેતા ઠાકરશીભાઈ મૂળજીભાઈ ચાવડા જાતે સતવારા (ઉંમર ૫૫)એ આઇસર ટ્રક નં. જીજે ૨૩ એક્સ ૪૨૪૨ ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ દેવસોલ્ટ કારખાનાની સામેના ભાગમાં તેઓની અર્ટિકા કાર નં. જીજે ૩૬ બી ૮૩૦૨ બંધ પડી ગઈ હતી જેથી કરીને તેઓ રોડ સાઈડમાં પોતાની કારને ઉભી રાખીને ઉભા હતા ત્યારે પાછળથી આરોપી પોતાના હવાલા વાળો આઇસર ટ્રક લઈને આવતો હતો અને તેણે કારની પાછળમાં ભાગમાં ઉભેલ ફરિયાદીના દીકરા વિજયભાઈ ઠાકરશીભાઈ ચાવડા (ઉંમર ૨૫) તેમજ કારને હડફેટે લીધી હતી જેથી વિજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત  સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી નાશી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News