મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં પાડા પુલ ઉપરથી નદીમાં પડી જતા મહિલાને રાજકોટ ખસેડાઇ


SHARE









મોરબીમાં પાડા પુલ ઉપરથી નદીમાં પડી જતા મહિલાને રાજકોટ ખસેડાઇ

મોરબીના પાડા પુલ ઉપરથી અકસ્માતે નીચે પડી ગયેલ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પાડા પુલ ઉપર થી નીચે નદીના પાણીમાં પડી જવાથી કોમલબેન કરસનભાઈ બજાણીયા નામની 20 વર્ષીય વજેપર શેરી નંબર 13 માં રહેતી પરંતુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી તેઓને કમરના ભાગેના ભાગે બીજાઓ પહોંચી હતી વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોમલબેન હાલ પ્રેગ્નેટ હોય અને તેઓ પુલ ઉપરથી નીચે પાણીમાં પડી જતા તેઓને રાજકોટ ખસેડાયા છે તેઓનું લગ્ન ગાળો સાતેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બાલુબેન ભવાનભાઇ ચૌહાણ નામના ૬૦ વર્ષના વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હોય અને તેઓ જ્યારે ટંકારા ખાતે આવેલ છાપરી વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા ઈસમે તેઓને ઠંડા પીણાની બોટલમાં કંઈક ભેળવીને પીવડાવ્યા બાદ માર માર્યો હતો અને તેમના ઘરેણા પડાવી લીધા હતા અને મુઢ મારમારીને ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા જેથી અહીંના એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે અંગે ટંકારા પોલીસ મથકના મુકેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના શકત શનાળા ગામે રહેતો ભાવેશ ઈશ્વરભાઈ કણજારીયા નામનો ૨૬ વર્ષનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલ ધ્રુવ પેપરમીલ નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ રવાપર (નદી) ગામે રહેતા વિજય રામજી પાંચિયા નામના ૩૪ વર્ષના યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવીલે ખસેડાયો હતો.

આધેડને ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ ડયુરાકોન સિરામિક નજીક રહેતા સંતોષસિંહ શ્રીચંદ્રબંસીસિંહ નામના ૫૦ વર્ષીય આધેડને સ્લીમ સીરામીક પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે કુળદેવી પાન નજીક રહેતા કમલેશ બાબુભાઇ કુંઢીયા જાતે દેવીપુજક નામના ૨૮ વર્ષીય યુવાનને કંડલા બાયપાસ ઉપર પાપાજી ફન વર્લ્ડ નજીક કોઈ દ્વારા છરી મારવામાં આવતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં આવેલા કણમાદ ગામના રહેવાસી અજમલભાઈ મણીસંગભાઈ ટાંક નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વેળાવદર રોડ ઉપર તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતો જયદીપ વિજયભાઈ વરાણીયા નામનો ૧૫ વર્ષીય સગીર તેના કાકાના ઘેર જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં જયદીપને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News