મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ ઉપર વળાંક ન વળતાં બાઈક રેલિંગ સાથે અથડાયું: એકનું મોત, બેને ઇજા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ ઉપર વળાંક ન વળતાં બાઈક રેલિંગ સાથે અથડાયું: એકનું મોત, બેને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ ઉપર વળાંક ન વાળી શકતા ત્રીપલ સવારી જઈ રહેલ બાઈક રેલિંગ સાથે અથડાયું હતું જેથી કરીને બાઈક ચાલકનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈકમાં બેઠેલ મહિલા સહિતના બે વ્યક્તિઓને ઈજા તથા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ વ્યક્તિએ મૃતકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રૈયાધાર મફતિયાપરામાં રહેતા ભરતભાઈ નાનજીભાઈ દેત્રોજા જાતે કોળી (૧૯) એ હાલમાં મૃતક સુરેશભાઈ મગનભાઈ મકવાણા જાતે કોળી (૪૫) રહે. ચુનારાવાડ રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રિજ ઉપરથી સુરેશભાઈના બાઈક નં- જીજે ૩ એફએલ ૮૫૨૧ માં ફરિયાદી ભરતભાઈ તથા નીલમબેન આમ ત્રણ વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે ઓવરબ્રિજ ઉપર વળાંકમાં બાઈક વાળી નહીં શકતા બાઈક સીધું રેલિંગ સાથે અથડાયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈ મકવાણાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલ ફરિયાદી ભરતભાઈ અને નીલમબેનને હાથે પગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર લીધા બાદ ભરતભાઈ દેત્રોજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News