મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મંદી-મોંઘવારીની તડાફડી વચ્ચે દિવાળીની રાતે મોરબીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા ફૂટશે: વેપારીઓ રાજીરાજી


SHARE









મંદી-મોંઘવારીની તડાફડી વચ્ચે દિવાળીની રાતે મોરબીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા ફૂટશે: વેપારીઓ રાજીરાજી

મોરબીની બજારોમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને ફટાકડામાં છેલ્લા વર્ષ કરતાં ભાવમાં વધારો છે તો પણ લોકો દ્વારા મંદી અને મોંઘવારીની તડાફડી વચ્ચે ફટાકડા ફોડવાનું મન બનાવી લેવામાં આવ્યું છે અને ફટાકડાની ધૂન ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે ફટાકડાના ભાવ ઊંચા હોવા છતાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા લોકો ફોડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

દર વર્ષે દિવાળી પેહલા જેવી ઘરાકી માર્કેટમાં જોવા મળતી હોય છે તેવી ઘરાકી આ વર્ષે અગાઉ જોવા મળતી ન હતી જેથી કરીને સિઝન ફેઇલ જશે તેવું વેપારીઓને લાગતું હતું જો કે, છેલ્લા બે ત્રણ દિવસથી બજારમાં તહેવારની ખરીદી જોવા મળી રહી છે અને ખાસ કરીને ચાલુ વર્ષે બજારમાં ફટાકડા લેવા માટે લોકોની વધુ ભીડ જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, દરેક આઈટમના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૩૦ થી ૪૦ ટકા જેટલો ભાવ વધારો થઇ ગયો છે તો પણ લોકોએ દિવાળીમાં ધૂમ ફટાકડા ફોડવા માટેનું નક્કી જ કરી લીધું હોય તે રીતે હાલમાં જુદાજુદા સ્ટોલ  અને દુકાનોમાંથી લોકો દ્વારા હજુ પણ ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે જેથી વર્તમાન સમયમાં મંદી અને મોંઘવારીની તડાફડી ફૂટી જ રહી છે તેવા માહોલની વચ્ચે પણ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે દિવાળીની એક જ રાતમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા લોકો દ્વારા ફોડવામાં આવશે તેવું વેપારીઓ પાસેથી જાણવા મળેલ છે મોરબીમાં ફટાકડાની માર્કેટમાં દિવાળી ઉપર આ વર્ષે ઘણી નવી આઇટમો આવી છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે સામાની રીતે કિક ફાયર, એનિમલ શોવર, જમ્પર, મોર, ટીનટીન, હોત વ્હીલ, ગોલ્ડન સ્પીનલ, નાઈટ સીનફોની, ગોલ્ડન વિલો સહિત મોટા આવાજ કરે તેવી ઘણી વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે અને લોકો પોતાના શોખ મુજબના ફટાકડા હાલમાં બજારમાંથી લઈ રહ્યા છે




Latest News