મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?
મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે
SHARE
મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે
મોરબીમાં 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા આગમી તા, 30 ના રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહારેલી પણ યોજાશે જેમાં હાથી, ઘોડા અને બાઇક સહિતનો કાફલો રાખવામા આવશે
મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંચાલક અને મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ રાખવામા આવેલ છે તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલી મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા રોડ સુધી યોજાશે અને મહારેલીમાં મહારાષ્ટ્રના બેન્ડ નગારા સાથે ૭૫ ઘોડા, ૫ હાથી, ૧૧ બગીઓ, ૩૦૦૦ બાઈક અને ૧૦૦૦ ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે અને રેલી પૂરી થશે ત્યારે સાંજે પાંચ વાગ્યે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ ઉપર લોક ડારો રાતે ૯ વાગ્યે યોજાશે અને સાંજે સાત વાગ્યે રામેશ્વર ફાર્મ ખાતે ભોજન સમારોહ યોજશે









