મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ખાનગી બસ-છોટાહાથી વચ્ચે અકસ્માતઃ બેના મોત, સાતને ઇજા


SHARE









માળિયા કચ્છ ઉપર આવેલ હરીપર ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે અને અંદાજે સાત વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા મુસાફરો પૈકી બે મહિલાના મોત નિપજ્યા છે અને સાતેક વ્યક્તિઓને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છના કબરાઉ મોગલ ધામ દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે આ અકસ્માતમાં બનાવવામાં ઇજા પામેલ પ્રકાશભાઈ જયંતીભાઈ મજેઠીયા પાસેથી જાણવા મળતી વધુ વિગત પ્રમાણે તેઓ પોતાના મિત્ર સાથે કબરાઉ ધામ કચ્છમાં દર્શન કરવા માટે જતા હતા અને તે છોટાહાથી માં પાછળ ઠાઠાના ભાગે સુતા હતા દરમિયાન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બે મહિલાના મોત નિપજ્યા છે

કોના મોત નિપજ્યા ?

ચંદાબેન વિપુલભાઈ (30) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (70 ) રહે. બન્ને પીઠડીયા

કોને ઇજાઓ થઇ ? .

પ્રકાશભાઇ મજેઠીયા, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા, માહિબેન વિપુલભાઈ, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા, દીપકભાઇ, વિપુલભાઈ ગોંડલીય અને નાથીબેન દેવરાજભાઈ

 

 




Latest News