મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર શેરી નં- 19 માં છોકરાની બાબતે શરૂ થયેલ ઝઘડામાં ફાયરિંગ: બેને ઇજા થતાં સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીના માધાપર શેરી નં- 19 ની અંદર મોડી રાત્રિના સમયે બે પાડોશીઓ વચ્ચે છોકરા બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ ત્યાં મારામારી થઈ હતી અને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી રહી છે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ મારામારી તેમજ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

આજરોજ ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં લોકો વર્ષની એક મેકને શુભેચ્છાઓ લોકો પાઠવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીના માધાપર શેરી નં- 19 માં છોકરાની બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું હાલમાં સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ ઘટનાની મોરબી જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવ્યા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માધાપર શેરી નં- 19 માં રહેતા નગરપાલિકાના પૂર્વ કર્મચારીના પરિવારના બાળકની સાથે તે વિસ્તારની અંદર ભાડે રહેવા માટે આવેલ કોળી પરિવાર દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને મહિલાઓ સામસામે આવી ગઈ હતી અને આ ઘટના આટલેથી નહીં અટકતા ભાડે રહેવા માટે આવેલા કોળી શખ્સ દ્વારા બહારથી વ્યક્તિઓને ત્યાં માથાકૂટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને બહારથી આવેલા એક દ્વારા પોતાની પાસે રહેલ હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા

જોકે ફાયરીંગ કરવામાં આવેલ ગોળી એક નિર્દોષ બાળકને ઇજા કરીને નીકળી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને મારામારીના બનાવમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી આમ કુલ મળીને બાળકોની માથાકૂટથી શરૂ થયેલ આ ઘટનામાં ફાયરિંગ પણ થયેલ છે અને નિર્દોષ બાળક સહિત બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવ સંદર્ભે અન્ય કોઈ બખેડો ન થાય તે માટે માધાપર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવ્યો જાણવા મળ્યું છે




Latest News