મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર શેરી નંબર 19 માં ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ બાદ થયેલ ફાયરિંગના બનાવવામાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના માધાપરા શેરી નંબર 19 માં ફટાકડા ફોડવા બાબતે બોલા ચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપનાર શખ્સોને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા અન્ય ત્રણ શખ્સોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને છ શખ્સો દ્વારા ગાળો આપીને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારે તે છ પૈકીના એક શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધ દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના અંબિકા રોડ ઉપર રહેતા પાલિકાના પુર્વ કર્મચારી સંગ્રામસિંહ જોરુભા જાડેજા જાતે દરબાર (ઉંમર 65) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હેમંત સુખદેવભાઈ કોળી રહે મકનસર, રાહુલ સવજીભાઈ કોળી રહે માધાપર, કિશન પ્રહલાદભાઈ કોળી રહે ત્રાજપર, તુલસી હસમુખભાઈ કોળી રહે. રાજનગર પંચાસર રોડ અને અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તા.26 ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં આરોપી હેમંત, રાહુલ અને કિસને ફટાકડા ફોડવા બાબતે ફરીયાદીના પૌત્ર અને દીકરાની પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ગાળો આપવાની ના કહેતા ત્રણેય આરોપીઓએ તેના સંબંધોને તેમના ઘરે બોલાવ્યા હતા થોડીવારમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીના તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને વૃદ્ધને મુકો મારીને ઇજા કરી હતી ત્યારબાદ આરોપીઓ સ્થળ ઉપરથી પોતાના બાઈક લઈને નાસી ગયા હતા જોકે જતા સમયે આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છું હવે પછી ક્યાંક ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સો ની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 307, 323, 504, 506 (2), 114 અન આર્મ્સ એકટ ની કલમ 25 (1)(બી) એ, 27 જીપી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News