મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાજપની વિધાનસભાની ટિકિટ ૧૪ આગેવાનમાંથી કોઈપણને આપે તો ભાજપની જીત નિશ્ચિત: કોળી સમાજ થયો એક


SHARE







વાંકાનેરની ભાજપની વિધાનસભાની ટિકિટ ૧૪ આગેવાનમાંથી કોઈપણને આપે તો ભાજપની જીત નિશ્ચિત: કોળી સમાજ થયો એક

મોરબી જીલ્લામાં કાલે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવશે ત્યાર પહેલા જ મોરબી જીલ્લામાં આવતી ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભામાં ભાજપ પક્ષ દ્રારા કોળી સમાજને ટીકીટ આપવામાં આવે તેના માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને સમસ્ત કોળી સમાજ ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભા સંકલન સમિતિ દ્વારા ૧૪ આગેવાનોના નામ સાથે વાંકાનેરની બેઠક ઉપર ટિકિટની માંગણી કરવામાં ભાજપના નિરીક્ષક પાસે કરવામાં આવશે

૬૭ વાંકાનેર કુવાડવા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજના ૯૦,૦૦૦ મતદારો છે જેથી કોળી સમાજે ભાજપ પક્ષમાંથી વિધાનસભાની અગાઉ પણ અનેક વખત ટિકિટ માંગી છે છતાં પક્ષે કોઈ વખત ટીકીટ આપેલ નથી. તો આગામી વિધાનસભાની ચૂટણીમાં કોળી સમાજને ટીકીટ આપવામાં આવે તો આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. તેવું કોળી સમાજના લોકો કહી રહયા છે વધુમાં જાણવા મળ્યું છે કે, વાંકાનેર કુવાડવા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજની બે પેટા જ્ઞાતિ છે જેમાં તળપદા અને ચુવાળીયા કોળીનો સમાવેશ થાય છે અને બંને જ્ઞાતિ એક થઇને સમાજની સંકલન સમિતિ બનાવેલ છે સમિતિ દ્વારા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક બોલાવેલ હતી અને ભાજપ પક્ષમાંથી દાવેદારી કરી ચુંટણી લડવા તથા ટીકીટ માંગવા ઈચ્છતા ૧૪ જેટલા દાવેદારોના નામો આવ્યા હતા જેથી કરીને તે નામના લિસ્ટ સાથે આ આગેવાનમાંથી કોઈ પણ એકને ટિકિટ આપવામાં આવશે તો તમામ આગેવાનો અને કોળી સમાજ એક થઈને ચૂંટણી લડશે તેવી રજૂઆત કરવામાં આવશે

સમિતિ દ્વારા ભાજપ પક્ષમાંથી ટિકિટ લેવા ઇચ્છતા દાવેદારનું લિસ્ટ બનાવવામાં આવેલ છે જેમાં અણીયારીયા રતિલાલ ગણેશભાઈ, સરવૈયા ગોરધનભાઈ પોલાભાઈ, જજરિયા હિતેશભાઈ ભગવાનજીભાઈ, પરમાર રમેશભાઈ મનજીભાઈ, મેર જીજ્ઞાસાબેન રાજેશભાઈ, સોરાણી અજયભાઈ નાથાભાઈ, ચાવડા ધનાભાઇ નાથાભાઈ, નાકીયા વિરજીભાઈ ગોવિંદભાઈ, વાઢેર વિનુભાઈ જીવાભાઈ, કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ, ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ, ઉઘરેજા બાબુભાઈ અરજણભાઈ, બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઇ અને બાવરવા પરષોતમભાઇ વેરશીભાઈ ભુવાનો સમાવેશ થાય છે અને આ ૧૪ પૈકી કોઈ પણ એક દાવેદારને ભાજપ પક્ષમાંથી ટીકીટ આપવામાં આવે તેવી સમસ્ત કોળી સમાજની માંગણી અને લાગણી છે અને જો ટીકીટ આ લોકોમાંથી કોઈને આપીને ચુંટણી લડવા આદેશ કરવામાં આવશે તો એક સિવાયના તમામ ૧૩ દાવેદારો અને આ વિધાનસભામાં રહેતા સમસ્ત કોળી સમાજના લોકો તન-મન-ધનથી સાથે રહેશે અને બહોળી લીડથી ભાજપને લીડ અપાવશે તેવી ભાજપના પ્રદેશના નિરીક્ષોને આ સમિતિ બાહેંધરી આપશે 






Latest News