મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી


SHARE









મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની બહારના ભાગમાંથી વાહન લઈને નીકળતા હતા ત્યારે રિવર્સમાં આવતી યુટીલીટીના ચાલકને સમજાવવા જતા માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ સામસામે મારમારી પણ થયેલ હતી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ નગર શેરી નં-૨ માં શાંતિ પ્લે હાઉસની બાજુમાં હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંહા જાતે કુર્મી (૩૪) એ હાલમાં ગોકુલભાઈ અને મુનીરામભાઈ રહે. બંને ગણેશ પ્લેટ કારખાના લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની કિયા કાર લઈને નીકળતા હતા ત્યારે ગોકુળભાઈ પોતાની યુટીલીટી વાહન આગળ પાછળ જોયા વિના રિવર્સ લેતા હતા અને બિક્રમકુમાર તેને સમજાવવા જતા તે એકદમ મુશ્કેલાઈ ગયા હતા અને ત્યારે સામે વાળાએ ગાળો આપી હતી માર માર્યો હતો તેમજ મુનીરામભાઇએ ગાળો બોલીને લોખંડના પાઈપ માર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થતા સારવારમાં લાવ્યા હતા અને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી આ બનાવમાં મુનીરામભાઈ અદાલતભાઈ ચૌધરી જાતે કુર્મી (૨૯) એ બિક્રમકુમાર સિંન્હા અને રાજુભાઈ સિંહા રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશ કારખાનાની બહાર તેઓ ફોન ઉપર વાત કરતા હતા ત્યારે બિક્રમકુમાર પોતાની કિયા કાર લઈને નીકળતા ગોકુલભાઈની સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપતા હતા અને તેની સાથે રહેલ શખ્સ દ્વારા પણ યુટીલીટીના કાચમાં લાકડીનો ધોકો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી કરીને મુનીરામભાઈ ચૌધરીની ફરિયાદ લઈને પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News