મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ફાયરિંગ બાદ વળતી ફરિયાદ નોંધાઈ


SHARE









મોરબીના માધાપરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ફાયરિંગ બાદ વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ થયાની ઘટના બની હતી અને આ બનાવમાં હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સની સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે પાલિકાના પૂર્વ કર્મચારી સંગ્રામસિંહ જાડેજા દ્વારા ૬ શખ્સોની સામે ગઈકાલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે એક આરોપીની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકીશોરની પૂછપરછ કરવામાં આવી હતી હાલમાં આ ઘટનામાં સામાપક્ષેથી તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાજનગર પંચાસર રોડ વાળાએ દેવદિપસિંહ દરબાર, વીરેન્દ્રસિંહ દરબાર અને એક અજાણ્યા શખ્સ આમ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેના મામાના દિકરા રાહુલભાઈ અને રાજુભાઈની સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા જેથી કરીને તે ત્યાં આરોપીઓને સમજાવવા માટે આવ્યો હતો દરમ્યાન દેવદિપસિંહને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને વિરેન્દ્રસિંહએ  લાકડાના ધોકા વડે માર્યો હતો અને અન્ય અજાણ્યો શખ્સ હતો તેને પણ પાઇપ વડે માર મારતા ઈજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હોય ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News