મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે


SHARE





મોરબી પુલ દુર્ઘટનાના કુટુંબીજનોને ભારત વિકાસ પરિષદના તબીબો એક વર્ષ ફ્રી ઓપીડી સેવા આપશે

તા.૩૦-૧૦-૨૨ ને રવિવાર કારતક સુદ ૬ ,વિક્રમ સંવત ૨૦૭૯ (ડાલા છઠ્ઠ) ને મોરબીવાલીઓ કયારેય ભુલવાના નથી કેમ કે આ ગોજારા દિવસે જ મોરબીમાં ઝુલતા પૂલ તૂટવાની આકસ્મિક ઘટનામાં ૧૩૫ જેટલા હતભાગીઓના મૃત્યુ પામ્યા અને અનેકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામનાર દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે છે.આ ધટના પછી મોરબી શાખાના સભ્યો દ્વારા પ્રત્યક્ષ સીવીલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી.આ કરુણ ઘટના પછી પણ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા હરહંમેશ માટે બાઘાની સાથે રહીને જે કાંઈ સેવા માટે સાથે રહેશે.મોરબી શાખાના ડોક્ટર સભ્યો તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગત કુટુંબીજનોને એક વર્ષ માટે ફ્રી ઓપીડી કન્સલટેશનની સેવા પૂરી પાડવામાં આવશે જે તબીબો આ સેવા આપવાના છે. તેમાં ડો જયેશભાઈ પનારા (સ્ત્રી રોગ નિષ્ણાત,કલરવ હોસ્પિટલ), ડો અમીત ગામી (સર્જન એપલ હોસ્પિટલ), ડો શૈલેષ પટેલ (આંખના રોગના નિષ્ણાત, એપલ હોસ્પિટલ), ડો રાકેશ પટેલ (ફીઝીસીયન,એમ.ડી. ,નકલંક હોસ્પિટલ), ડો ધર્મેશ ભાલોડિયા (સત્યમ હોસ્પિટલ, એમ.ડી., ફીઝીસીયન), ડો ઉત્સવ દવે (ડેન્ટીસ્ટ એકદંત હોસ્પિટલ), ડો સુવાગિયા અર્જુન (સ્ત્રી રોગ નિષ્ણાત, વરદાન હોસ્પિટલ), ડો.નયન પટેલ (બાળ રોગ નિષ્ણાત, શુભમ બાળકોની હોસ્પિટલ), ડો અર્પણાબહેન કૈલા (સ્ત્રી રોગ નિષ્ણાત, શુભમ પ્રસૂતિ ગૃહ) નો સમાવેશ થાય છે તેમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા અને સચીવ અશ્વિનભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.




Latest News