મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા
Breaking news
Morbi Today

સંજોગ કે સરકારના આશીર્વાદ: ઝૂલતા પુલ માટે ઓરેવા ટ્રસ્ટ સાથે બે વખત કરાર થાય તે સમયે મોરબી પાલિકામાં ભાજપની જ બોડી !


SHARE













સંજોગ કે સરકારના આશીર્વાદ: ઝૂલતા પુલ માટે ઓરેવા ટ્રસ્ટ સાથે બે વખત કરાર થાય તે સમયે મોરબી પાલિકામાં ભાજપની જ બોડી !

મોરબી નગરપાલિકાની માલિકી વાળા જુલતા પુલનો કરાર અગાઉ વર્ષ ૨૦૦૭ માં કરવામાં આવ્યો હતો તે કરાર વર્ષ ૨૦૧૭ માં પૂર્ણ થયા હતા બાદ પાંચ વર્ષ સુધી નગરપાલિકા દ્વારા ટ્રસ્ટ સાથે કરાર કરવામાં આવ્યો ન હતો અને કરાર કરવાની બાબતમાં ચલક ચલાણુ રમવામાં આવતું હતું દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ઓરેવા ટ્રસ્ટ સાથે પુનઃ આ ઝૂલતા પુલની જવાબદારી સાંભળવા માટે થઈને કરાર કરવામાં આવ્યો હતો અને સૌથી મોટી બાબતે છે કે વર્ષ ૨૦૦૭ માં મોરબી નગરપાલિકામાં ભાજપની બોડી હતી અને વર્ષ ૨૦૨૨ માં પણ પાલિકામાં ભાજપ બોડી  છે ત્યારે આ બાબતને સંજોગ ગણવી કે પછી સરકારના આશીર્વાદ તે સૌથી મોટો સવાલ છે. 

મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતાપુલની જવાબદારી નગરપાલિકા પાસે હતી અને આ જવાબદારી વર્ષ ૨૦૦૭ માં જ્યારે મોરબી જિલ્લો ન હતો અને રાજકોટ જિલ્લામાં મોરબીનો સમાવેશ થતો હતો ત્યારે રાજકોટના કલેકટરના માધ્યમથી મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટ સાથે કરાર કરીને તેને દસ વર્ષ સુધી આ ઝુલતાપુલની નિભાવ, મરામત સહિતની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ કરાર વર્ષ ૨૦૧૭ માં પૂર્ણ થઈ ગયો હતો તેમ છતાં પણ આ પુલની જવાબદારી પાલિકા દ્વારા સંભાળવામાં આવી રહી ન હતી અને વારંવાર ઓરેવા ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાને પત્રો લખવામાં આવતા હતા તેમ છતાં તે પત્રોનો કોઈ જવાબ નગરપાલિકા તરફથી ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવતો ન હતો ! 

વર્ષ ૨૦૧૭ માં ઓરેવા ટ્રસ્ટનો કરાર પૂર્ણ થયા બાદ નગરપાલિકામાં ઓરેવા ટ્રસ્ટ સાથે કરવામાં આવેલ કરાર અંગેની કોઈ ફાઈલ કે દસ્તાવેજી પુરાવો જે તે સમયે ન હતો જેથી કરીને પુલની જવાબદારીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને દરમ્યાન પુલના પાટિયા નબળા પડી ગયા હતા જેથી આ પુલ ઉપર કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની તે પ્રશ્ન ઊભો થયો હતો જેનો કોઈ જવાબ ત્યારે પાલિકા કે ટ્રસ્ટ પાસે હતો નહીં ત્યારબાદ આ પુલને તાળા મારીને બંધ કરી દેવામાં આવ્યો હતો. 

જોકે વર્ષ ૨૦૨૨ ના માર્ચ મહિનામાં સાતમી તારીખે ઓરેવા ટ્રસ્ટ સાથે નગરપાલિકા દ્વારા ૧૫  વર્ષનો ઝૂલતા પુલનો કરાર કરવામાં આવ્યો અને ત્યારબાદ ઓરેવા ટ્રસ્ટને આ પુલની જવાબદારી સોંપવામાં આવી હતી જેથી માર્ચ મહિનાથી આ પુલના રિનોવેશન કામ માટે થઈને પુલને બંધ કરવામાં આવ્યો હતો અને ગત તા ૨૪/૧૦ પહેલા આ પુલનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલ દ્વારા તા ૨૪ ના રોજ ઝૂલતા પુલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને બે કરોડના ખર્ચે આ પુલનું રીનોવેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને નવા વર્ષથી આ પુલને ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જે જગ જાહેર છે તેમ છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના જવાબદાર લોકો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરેવા ટ્રસ્ટ સાથે કરાર કરીને જુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી ત્યારે વર્ષ ૨૦૦૭ માં મોરબી નગરપાલિકામાં ભાજપની બોડી હતી અને હાલમાં જ્યારે વર્ષ ૨૦૨૨ માં ઓરેવા ટ્રસ્ટને આ જુલતા પુલની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે પણ મોરબી નગરપાલિકામાં ભાજપની બોડી કાર્યરત છે જેથી કરીને આ ઘટનાક્રમને સંજોગો ગણવો કે પછી સરકારના આશીર્વાદ તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે અને હાલમાં જુલતો પુલ તૂટવાની ગંભીર ઘટનાની નોંધ વિશ્વમાં લેવાય છે ત્યારે ઝુલતો પુલ શરૂ થઈ ગયો તેની જાણ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારીઓને જે તે સમયે ન હતી તેવો જે લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી લાગણી મોરબીના લોકો અને આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારજનો કરી રહ્યા છે.








Latest News