મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોટો ધડાકો: મોરબી પાલિકાએ મ્યુનિસિપલ્ટી એક્ટનો ઉલાળ્યો કરીને ઓરેવા ટ્રસ્ટને કરી આપ્યો હતો ૧૫ વર્ષનો કરાર


SHARE









મોટો ધડાકો: મોરબી પાલિકાએ મ્યુનિસિપલ્ટી એક્ટનો ઉલાળ્યો કરીને ઓરેવા ટ્રસ્ટને કરી આપ્યો હતો ૧૫ વર્ષનો કરાર

મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લે ઓરેવા ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી આપવા માટે જે કરાર કરવામાં આવ્યો તેના માટે થઈને નગરપાલિકામાં કોઈ ઠરાવ જનરલ બોર્ડમાં થયો ન હોવાની ચોકાવનારી માહિતી હાલમાં સામે આવી રહી છે અને હાલમાં પાલિકા દ્વારા જનરલ બોર્ડમાં ઠરાવ કર્યા વગર અધિકારી કે પદાધિકારીએ શા માટે થઈને જુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને આપી છે અને કરાર કર્યો હતો તે પણ તપાસનો વિષય છે અને જે કોઈ વ્યક્તિએ મ્યુનિસિપાલટી એક્ટનો ઉલાળીયો કરીને ટ્રસ્ટને આ જવાબદારી સોંપવી હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે

મોરબી નગરપાલિકા હસ્તકની સરકારી મિલકત એવા ઝુલતાપુલની જવાબદારી વર્ષ ૨૦૨૨ ના માર્ચ મહિના કરાર કરીને ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ ઝુલતા પુલના રીનોવેશનના કામ માટે થઈને તેને બંધ કરવામાં આવ્યો હતો અને રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ ૨૬ તારીખ અને નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે આ ઝુલતાપુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ છઠના દિવસે સાંજે ધડાકાભેર ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે ૧૩૫ લોકોના ભોગ લેવાયા છે ત્યારે હવે આ જુલતોપુલ તૂટી પડતા અનેક ચોંકાવનારી માહિતી એક પછી એક સામે આવી રહી છે

જે દિવસે જુલતો પુલ તૂટ્યો તેની સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આ પુલ રિનોવેશન કર્યા બાદ તેનો ફિટનેસ સર્ટી અથવા તો તેને યુઝ કરવા માટેની પરમિશન લેવામાં આવી ન હતી પરંતુ જો પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો તો તેને બંધ કરાવવા માટેની પાલિકાએ કેમ કોઈ તસ્દી ન લીધી ? અને પાલિકાએ કેમ નોટિસ ન આપી ? તે પણ એક તપાસનો વિષય છે

સુત્રો પાસેથી ચોકાવનારી માહિતી સામે આવી રહી છે જેમાં જાણવા મળતી વિગત પ્રમાણે મ્યુનિસિપાલટી એક્ટ મુજબ નગરપાલિકા હસ્તકની કોઈપણ મિલકત કે જેની કિંમત પાંચ લાખ કરતા વધુ થતી હોય તેવી મિલકતની જવાબદારી કોઈપણ વ્યક્તિ કે ટ્રસ્ટને આપતા પહેલા તે અંગેનો પાલિકાના જનરલ બોર્ડની અંદર ઠરાવ થવો જોઈએ અને ઠરાવ થયા બાદ તેની અમલવારી ચીફ ઓફિસરે કરાવવાની રહેતી હોય છે જોકે નગરપાલિકામાં છેલ્લે યોજાઈ ચૂંટણી બાદ અત્યાર સુધીમાં બે જ વખત જનરલ બોર્ડની બેઠક મળી છે

જેમાં તા ૨૮/૬/૨૦૨૧ ના રોજ પાલિકાની જુદી જુદી કમિટીની રચના કરવા માટે થઈને જનરલ બોર્ડની બેઠક મળી હતી અને ત્યારબાદ તા ૨૯/૩/૨૦૨૨ ના રોજ બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. આ સિવાય પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી નથી અને નગરપાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આ ઝુલતાપુલની જવાબદારી આપવા માટેનો જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો નથી તો પછી કઈ રીતે ઓરેવા ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી સોંપવાનો કરાર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે




Latest News