મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે મોરબીના રાજવી પરિવાર દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી: મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત


SHARE









ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે મોરબીના રાજવી પરિવાર દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી: મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. અને જે લોકોના અવસાન થયેલ છે તેના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી છે

આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે. આ ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.

આ ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવેલ છે. અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રૂા. ૧,૦૦,૦૦૦ ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર આભાર વ્યકત કરે છે.




Latest News