વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાને બચાવ કાર્યમાં જોડાયેલા લોકોને પાસેથી જાણી બચાવ કાર્યમાં આવેલી મુશ્કેલીઓ


SHARE





મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાને બચાવ કાર્યમાં જોડાયેલા લોકોને પાસેથી જાણી બચાવ કાર્યમાં આવેલી મુશ્કેલીઓ

સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં જેની દુઃખ સાથે ચર્ચાઓ થઈ રહી છે તેવા મોરબીના વિશ્વપ્રસિદ્ધ ઝુલતા પુલ તૂટી પડવાની ઘટના બની અને તેમાં ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબી આવ્યા હતા અને અહીં બનાવ સ્થળ, હોસ્પિટલ ખાતે દર્દીઓ વગેરેની મુલાકાત બાદ વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી સુચનાઓ આપી હતી જો કે આ દરમિયાન તેઓ સેવા કરનાર સેવાભાવીઓને મળ્યા હતા અને બનાવ સ્થળે જે લોકો બચાવ કાર્યમાં રોકાયેલા હતા તેઓને મળીને બચાવ કાર્ય દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓ પડી તે અંગેની વાત ધ્યાનપૂર્વક સાંભળી હતી.

મોરબી ખાતે જુલતાપુલની દુર્ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા તે દરમ્યાન રાહત કામગીરીમા જોડાયેલ લોકો પાસેથી દુર્ઘટના બાદની બચાવ કામગીરીની શું પરિસ્થિતિ હતી અને બચાવકામગીરીમા શું શું મુશ્કેલીઓ આવી હતી વિગેરે માહીતીઓ મેળવેલ હતી જ્યારે પણ સામેના વ્યક્તિ માહીતી આપતા હતા ત્યારે  દેશના વડાપ્રધાન ખુબ ધ્યાનપુવઁક સાંભળતા હતા અને એક એક વાતની ઉંડાણપુવઁક નોંધ લેતા હતા.આ દરમ્યાન રૂચીરભાઇ કારીયા પાસેથી દેશના વડાપ્રધાનએ બનાવ પછી સીવીલ હોસપીટલમા શું પરિસ્થિતિ હતી અને આખી રાત દરમ્યાન બચાવ કામગીરીમા શું મુશ્કેલી આવી તે અંગે માહીતી મેળવેલ અને ખુબ ધ્યાનથી સાંભળીને વાતની નોંધ લીધી હતી.માહીતી આપતા સમયે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જે લોકોને આ કામ કરતા જોયા હોય તેઓની કામગીરી અંગેની માહીતી દેશના વડાપ્રધાનને આપતા જતા હતા.

શોકમય, રાષ્ટ્ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો

મોરબીમાં રવિવારે ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં ૧૩૫ દિવંગત થયેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરેલ છે અને સરકારે દિવગંતોના આત્માની શાંતિ માટે ગામોગામ અને મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સહિતની તમામ સ્થળે પ્રાર્થનાસભાઓનું આયોજન કરવા અપીલ કરી હતી.જેથી મોરબીએ શોમમય બંધ પાળ્યો હતો.તેમજ ઉમિયા સર્કલ પાસેના રાષ્ટ્ધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓએ વિનિધ સડસ્થાઓ દ્રારા પ્રાર્થનાસભા અને કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીઓના આયોજન કરવામાં આવ્યા હતા.




Latest News