વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસની માંગ : ઝુલતો પુલ તુટવાનાં જવાબદારો સામે નામજોગ ફરિયાદ દાખલ કરો


SHARE









મોરબી શહેર કોંગ્રેસની માંગ : ઝુલતો પુલ તુટવાનાં જવાબદારો સામે નામજોગ ફરિયાદ દાખલ કરો

મોરબીમાં બનેલી ઝુલતો પુલ તુટવાની ગોજારી દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો ભોગ બની મૃત્યુ ને ભેટ્યા છે.અનેક લોકોને ઇજા થઈ છે. ત્યારે મોરબી શહેરમાં કાળજું કંપી જાય તેવી ભયાનક માનવ સર્જિત આ દુર્ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ અને ન્યાયીક તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે નામ જોગ ફરીયાદ દાખલ કરવા એસપીને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) સંચાલિત મોરબીની ઐતિહાસિક ઝુલતો પુલ રીનોવેશન બાદ અચાનક તુટી પડ્યો એ સરકાર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) ની બેદરકારી છે તે જગજાહેર છે. ઝુલતો પુલ તુટવાનાં બનાવમાં મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ પ્રજાને ગુમરાહ કરતાં હોય તેવા નિવેદનો આપે છે કે ઝુલતો પુલ ચાલુ થયો તે અમને ખબર નથી..! તો આવા નિવેદનો કરનાર વહીવટી ચીફ ઓફિસરને બેદરકાર બેજવાબદાર સમજી સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ મોરબી ભાજપ શાસીત નગરપાલિકાનાં પદાધિકારીઓએ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) ને ઝુલતો પુલને ફરી વખત સોંપવાનું કામ કારોબારી સમિતિમાં ઠરાવ કરી અને પાલિકામાં જનરલ બોર્ડમાં મંજુર કરી આ ઝુલતો પુલ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) ને સોંપવાનાં કરાર કરેલ જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારીઓ, કલેક્ટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) નાં એમડીએ આ કરાર ઉપર સહી કરેલ છે.

સીધા જવાબદાર ગણાતા અધિકારી, પદાધિકારી સામે પોલીસ એફઆઈઆરમાં આરોપી તરીકે નામ જોગ ફરિયાદ કરવાનાં બદલે અન્ય અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) નાં નાના કર્મચારીઓ ઉપર ફરિયાદ કરી મુખ્ય અને બેદરકાર બેજવાબદાર લોકોને બચાવવાનો ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કારસો રચવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.તેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિએ મોરબીની પ્રજા વતી સરકાર અને પોલીસ વિભાગ પાસે માંગણી કરેલ છેકે આ ગોજારી ઘટનાનાં મુખ્ય જવાબદાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) (ઓથોરાઇઝ) નાં એમડી અને કરારનામામાં અને ઠરાવમાં સહી કરનાર ચુંટાયેલા મોરબી નગરપાલિકાના સદસ્યો અને પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મહેશભાઇ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.




Latest News