મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 


SHARE









મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા(મિં.) દ્વારા રામાનંદ ભવન રામઘાટ મોરબી મુકામે આગામી તા.૮-૧૧ ને મંગળવાર કારતક સુદ પૂનમના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ ત્થા રામાનંદી સાધુ સમાજના પરિવારોનુ નવાવર્ષના સ્નેહમિલન સમારોહ રાખેલ હતો પરંતુ જુલતો પુલ તૂટવાની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય હાલ તે સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

વાર તહેવાર વરસો વર્ષ આવવાના જ છે પરંતુ દુઃખદાયક બનાવમા બધાના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટનાના સહભાગી થવા તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજને જાહેર જાણ કરવામા આવેલ છે..માત્ર જગત ગુરૂ ભગવન્નિમ્બાકાચાર્યજીનુ પુજન અર્ચન તા.૮ ને મંગળવાર સવારે નવ વાગ્યે રાખેલ છે.મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો બંધ રાખવામા આવેલ છે.જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવી તેમ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ નિમાવત અને મંત્રી ચંદ્રકાંતભાઈ રામાનુજે યાદીમાં જણાવેલ છે.




Latest News