મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી, મૌન રેલી યોજાઇ: ગુનેગારોનો કેસ ન લેવા કરાયો ઠરાવો


SHARE









મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી, મૌન રેલી યોજાઇ: ગુનેગારોનો કેસ ન લેવા કરાયો ઠરાવો

મોરબી બાર એસો. દ્વારા ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મોરબી દુઃખદ ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષિત લોકોના મોત થયેલ છે જેથી મોરબી બાર એસો.ના તમામ વકીલઓ ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે.મોરબી બાર એસો.ના તમામ વકીલઓએ હદયપુર્વક પ્રાર્થના કરીને દરેક પરીવારને આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાની શક્તિ તથા હિંમત આપે એવી વકીલઓએ ભગવાનને પ્રાર્થના કરી છે અને સક્યુલર ઠરાવથી ઠરાવીને આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ તરફે મોરબી વકીલ મંડળના કોઈ વકીલ મીત્રો વકીલ તરીકે રોકાશે નહી તેવુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે અને બેદિવસ કોર્ટ કાર્યવાહીથી અલ્પીત રહેવાનું નકકી કરીને દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળે વિશાળ મૌન રેલી કાઢી હતી. મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતેથી શરૂ થઈ નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી યોજાઇ હતી.




Latest News