મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી શ્રદ્ધાંજલિ


SHARE









ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અર્પી શ્રદ્ધાંજલિ

મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટનાના પગલે આજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય ભીની આંખે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાર્થના સભામાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, ડેપ્યુટી કલેક્ટર ડી.એ.પરમાર સહિત મામલતદારઓ, નાયબ મામલતદારઓ તથા વહીવટીતંત્રના તમામ સંવર્ગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News