મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટનામાં રીટાયર્ડ આર્મી મેન તથા તાલીમાર્થીઓએ અનેક લોકોના જીવ બચાવ્યા


SHARE









ઝુલતા પુલ દુર્ઘટનામાં રીટાયર્ડ આર્મી મેન તથા તાલીમાર્થીઓએ અનેક લોકોના જીવ બચાવ્યા

મોરબીની મચ્છુ નદીનો ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના સર્જાતા ત્યાં તાલીમાર્થીઓને તાલીમ આપતા રીટાયર્ડ આર્મી જવાન જીજ્ઞેશભાઈ ખાંભાડીયા તથા તેમની પાસે તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

ઘટના સ્થળની નજીક રોજગાર કચેરી દ્વારા આર્મીના તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે તાલીમ વર્ગમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓ તેમજ કોર્ડીનેટર  જીજ્ઞેશભાઇની ટીમ રનીંગ કરીને ત્યાંથી પસાર થતી હતી. તે સમયે તેમણે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક  બચાવ કામગીરી આ ટીમ દ્વારા ચાલુ કરી ઘણા લોકોની જિંદગી પોતાના જીવના જોખમે બચાવીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેઓની ઉત્તમ કામગીરી બદલ માન. વડાપ્રધાનશ્રી મોરબી મુલાકાત સમયે કોડીનેટર જીજ્ઞેશભાઇને મળ્યા હતા અને ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી તેમની ટીમ દ્વારા કરેલ કામગીરીને વડાપ્રધાન દ્વારા બિરદાવવામાં આવી હતી.

આર્મીમાંથી રિટાયર્ડ પણ દેશભકિતની ભાવના આજે પણ લહુમાં લઈને જીવી રહેલા જીજ્ઞેશભાઈ  જણાવે છે કે, અમે આર્મીમાં એક નિયમ શિખ્યા છીએ કે, આપણી જાનના જોખમે જો ૧૦ લોકોની જિંદગી બચતી હોય તો ગર્વથી પોતાની જિંદગી અર્પણ કરી દેવી જોઈએ. બસ એજ નિયમ પ્રમાણે હું અને મારી પાસે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ પોતાની જિંદગી દાવ પર લગાવી બચાવ કામગીરીમાં લાગી ગયા. જે તરી શકતા હતા તેઓ તો તરત જ નદીમાં કૂદી ગયા અને મહિલાઓ તથા બાળકોની જાન બચાવવા લાગ્યા. બાકીના દોરડાની મદદથી ડૂબતા લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગયા. રેસ્ક્યુની કામગીરી ખૂબ જ કઠિન હતી.




Latest News