મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલની ગત રવિવારે ૨૫૦૦ લોકોએ લીધી હતી મુલાકાત


SHARE













મોરબીના ઝુલતા પુલની ગત રવિવારે ૨૫૦૦ લોકોએ લીધી હતી મુલાકાત

મોરબીનો ઝુલતાપુલ નવા વર્ષના પહેલા દિવસે જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાંથી લોકો તેમજ અહીંયા હરવા ફરવા માટે મહેમાન બનીને આવેલા લોકો ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે જતા હતા ત્યારે રવિવારની સાંજે જ્યારે ઝૂલતો પુલ તૂટ્યો ત્યાં સુધીમાં આ ઝુલતા પુલ ઉપર કેટલા લોકોએ મુલાકાત લીધી હતી તે જાણવા માટેનો પ્રયત્ન કરતા જવાબદાર અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રવિવારના દિવસે જ્યારે સવારે જુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારથી લઈને દુર્ઘટના બની ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ઝૂલતા પુલ ઉપર ૨૪૦૦ થી ૨૫૦૦ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે જોકે પુલ ઉપર જે ટિકિટો આપવામાં આવતી હતી તે એક છેડેથી બીજા છેડે જતાં સહેલાણી નીકળે ત્યારે તેની પાસેથી તે ટિકિટને લઈને ડિસ્ટ્રોય કરવામાં આવતી હતી જેથી ચોક્કસ આંકડા સુધી પહોંચવાનો પ્રયત્ન હાલમાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે

મોરબીમાં રહેતા અને મોરબીમાં હરવા ફરવા માટે થઈને આવેલા લોકો માટે મોરબીની આન, બાન અને શાન એક સમયે કહેવાતો ઝૂલતો પુન કાળ સમાન બની રહ્યો હતો અને જુલતો પુલ તૂટી પડવાના કારણે એક બે નહીં પરંતુ ૧૩૫ લોકોના જીવ ગયા છે ત્યારે આ ઝુલતાપુલ તૂટવા પાછળ કયા પરિબળો જવાબદાર છે તેની તપાસ હાલમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જ્યારે મોરબીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ રાખીને આ ઘટનાની તપાસમાં કોઈ પણ જાતની કચાસ રાખવામાં ન આવે તેના માટેની અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું દરમિયાન આ ઘટનાની તપાસ કરી રહેલા તપાસની અધિકારી સાથે મુલાકાત કરતા તેમની પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે રવિવારના દિવસે સવારે જ્યારે લોકો માટે આ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારથી લઈને જ્યારે આ દુર્ઘટના ઝુલતા પુલ ઉપર બની ત્યાં સુધીના સમયગાળા દરમિયાન રવિવારના એક જ દિવસે ૨૪૦૦ થી ૨૫૦૦ જેટલા લોકોએ જુલતા પુલની મુલાકાત લઈ લીધી હતી જોકે ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે કેમકે ઝુલતા પુલના એક છેડાથી બીજા છેડે જતા લોકોને જે ટિકિટ આપવામાં આવતી હતી તે ટિકિટને એક છેડેથી બીજા છેડે જતા લોકો પાસેથી લઈને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવતી હતી જેથી કરીને આ દિવસ દરમિયાન ચોક્કસ કેટલા લોકો આવ્યા હતા તેનો સચોટ આંકડો મેળવવા માટે થઈને ટેકનિકલ ટીમ તેમજ અન્ય ટીમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે






Latest News