મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે એસિડ પી ગયેલ યુવાનનું મોત


SHARE









મોરબીના ચકમપર ગામે એસિડ પી ગયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા રાજેશભાઈ શામજીભાઈ ચૌહાણ (૪૬) પોતાના ઘરે હતા ત્યારે ગત તા. ૨૯ ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં એસિડ પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને રાજકોટની હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી હોમ્સ બ્લોક નંબર ૩૦૨ માં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રિ જાતે બ્રાહ્મણ (૫૫) એ હાલમાં તેની દીકરી રાધિકાબેન પ્રમોદભાઈ અત્રી (૨૨) ગુમ થઈ હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૫/૧૦ ના રોજ રાત્રિના ૧૨  વાગ્યાથી લઈને સવારે ૩ વાગ્યે સુધીમાં કોઈપણ સમયે તેની દીકરી ઘરેથી કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોલીસે ગુમ સુધા નોંધ કરીને યુવતીને શોધવા માટે થઈને આગળી કાર્યવાહી હાથ ધરી છે




Latest News