મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ નજીક કારખાનામાં વીજ શોર્ટ લગતા મહિલાનું મોત


SHARE









મોરબીના જસમતગઢ નજીક કારખાનામાં વીજ શોર્ટ લગતા મહિલાનું મોત

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત નીપજયું હતુ જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જસમતગઢ ગામની સીમમાં આવેલ વેન્ટોસા સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુનિતાબેન નીરુભાઈ ડાંગી (૨૩) કારખાનામાં કામ કરતા હતા ત્યારે કોઈ પણ કારણોસર તેને ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી ઘટના સ્થળે તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક મહિલાના પતિ નિરુભાઈ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબીથી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની પાછળના ભાગમાંથી બાઇક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલ તથા ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૧૦૦૦ ના મુદ્દા માલ સાથે હરિભાઈ મનજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (૪૭) રહે. સ્કાય મોલની પાછળ હદાણીની વાડી વાળાની ધરપકડ કરેલ છે






Latest News