મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના કાટમાળમાંથી એફએસએલની ટીમે કેબલ વાયર, સળિયા, જાડી, નટબોટ અને પતરાના સેમ્પલ લેવાયા


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના કાટમાળમાંથી એફએસએલની ટીમે કેબલ વાયર, સળિયા, જાડી, નટબોટ અને પતરાના સેમ્પલ લેવાયા

મોરબીમાં ગત રવિવારે ઝુલતો પુલ તૂટી પડવાના લીધે ૧૩૫ લોકોના મોત થયા છે ત્યારે આ બનાવની હાલમાં જુદીજુદી તપાસ એજન્સી દ્વારા તપાસ કરવાંમાં આવી રહી છે અને પુલના કાટમાળના સેમ્પલ પણ લેવામાં આવી રહયા છે ત્યારે આજે ઝુલતા પુલના કાટમાળમાંથી એફએસએલની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે

રવિવારની સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત અત્યાર સુધીમાં નોંધાયા છે અને હજુ પણ ઘણા બધા લોકો સારવાર હેઠળ છે ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી રીતે આ બ્રિજ તૂટવાના મુખ્ય કારણને શોધવા માટે થઈને તપાસ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એફએસએલની ટીમ દ્વારા વારંવાર ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે અને સેમ્પલ લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સીના લોકોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેની સાથોસાથ જુદા જુદા પાસાઓ ઉપર પણ જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ ગુનેગાર છટકી ન જાય તે માટે થઈને એક પણ પાસાને નજર અંદાજ કરવામાં આવતા નથી ત્યારે એફએસએલની ટીમ દ્વારા વધુ એક વખત સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને હાલમાં ત્યાંથી જુલતા પુલના કેબલ વાયર, સળિયા, જાડી, નટ બોલ અને પતરાના સેમ્પલ લેવાયા અને તેના પૃથકરણ પછી જે રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે




Latest News