મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ઘટના સમયે આર.એસ.એસ. ના સ્વયં સેવકો બચાવ કામગીરીમાં તંત્રની સાથે ખડે પડે


SHARE













મોરબીમાં દુર્ઘટના સમયે આર.એસ.એસ. ના સ્વયં સેવકો બચાવ કામગીરીમાં તંત્રની સાથે ખડે પડે

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા બનેલી દુર્ઘટનામાં સામાન્ય લોકો સહિત જેમનાથી થઈ શકતી હતી તે મુજબની મદદ અને કામગીરી કરી છે. આ સમયે મોરબી આર.એસ.એસ. સંઘ પણ સતત ખડે પગે રહી કાર્યરત હતું. સંઘના કાર્યકર્તાઓએ સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહીને અનેક કામગીરી કરી છે. ઘટનાની થોડી જ મિનિટો બાદ સ્વયંસેવકો જિલ્લા સંઘચાલક લલિતભાઈસહ વિભાગ કાર્યવાહ વિપુલભાઈજિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા માર્ગદર્શનમાં બચાવમાં કાર્યરત થઈ ગયા હતા.

દરેક પ્રકારના બ્લડ ગ્રુપની સમાજના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. આવશ્યક કામમાં અનેક જેટલા સ્વયંસેવકો સતત સેવારત રહ્યા. પ્રશાસન તથા વહિવટી તંત્રની ત્વરિત કામગીરી અને પરસ્પર દરેક પ્રકારના સહયોગથી કામમાં ગતી લાવવામાં પણ તેમની ભૂમિકા હોવાનું જિલ્લા સંઘ સંચાલક લલીતભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું. અને કેટલાક સ્વયંસેવકો ટેલિફોન હેલ્પ લાઈનમા મદદરૂપ થયા તો અન્યોએ તરવૈયા દ્વારા પાણીમાંથી બહાર કાઢવામા આવેલ ગાયલ લોકો અને મૃતદેહોને પુલ પાસેથી સ્ટ્રેચરમાં લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની કામગીરી કરી. એમ્બ્યુલન્સ વિના વિલંબે હોસ્પિટલ પહોંચે તે હેતુથી બે કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તથા પોલીસ સાથે વ્યવસ્થામાં પણ સહયોગ આપ્યો હોવાનું પણ જિલ્લા સંઘ સંચાલક લલીતભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સંઘના સ્વયંસેવકો દ્વારા દ્વારા હોસ્પિટલના ઈમરજન્સી રૂમ સુધી પહોંચાડવામાં સહયોગ આપવામાં આવ્યો હતો તથા મૃતદેહોની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તેની પણ પુરતી કાળજી રાખી હતી. ઉપરાંત પરિજનોને સાંત્વના સાથે ઓળખવિધિમાં  પણ તેમણે સહયોગ આપ્યો હતો. ઘટના સમયે તાત્કાલિક માઈક વ્યવસ્થા ગોઠવી આવશ્યક માર્ગદર્શન પણ આપ્યું  હતું.






Latest News