મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી : રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ વૃદ્ધની ભાળ મળી


SHARE





મોરબી : રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ વૃદ્ધની ભાળ મળી

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા સારવાર માટે એક વૃદ્ધને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.રાજકોટ ખાતે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણિયા દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ગત તા.૨૭-૧૦ ના રોજ બીમારી સબબ મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બાદમાં તે વૃદ્ધને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તા.૨-૧૧ ના રોજ વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને આ વૃદ્ધના વાલી વારસ માટે તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે મૃતક વૃદ્ધનું નામ કનુભાઈ દલપતભાઈ રાવલ (ઉમર ૬૫) મૂળ રહે.ખાખરાળા તા.જી.મોરબી હોવાનું ખુલ્યું હતું.વધુમાં પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ મૃતક કનુભાઈ રાવલ અહીંતહીં રખડતું ભટકતું જીવન જીવતા હતા તેમના એક ભાઈ મોરબી અને બીજા ભાઈ સુરેન્દ્રનગર રહે છે અને તેઓ મોરબી અને ખાખરાળા એકલું અટુલુ જીવન જીવતા હતા.જ્યારે મોરબીના મોડપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ કગથરા અને તેમની દીકરી વૃંદા (ઉંમર ૯) બાઇકમાં જતા હતા ત્યારે મોડપર અને બીલીયા ગામની વચ્ચે તેમના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા ઈજાગ્રસ્ત વૃંદાને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી રમીલાબેન સાગરભાઇ સોલંકી નામની ૩૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર વંદા મારવાની દવા પી જતા સારવાર માટે લઇ જવામાં આવી હતી.જ્યારે માળિયા (મિં.) ના જુના ઘાંટીલા ગામે રહેતો હાર્દિક મહેન્દ્રભાઈ વીડજા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેને ગામમાં જ બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નવા જાંબુડીયા ગામે સિરામિક યુનિટમાં કામ દરમિયાન સાપ કરડી જતા હીરામણી રાજુભાઈ સોરેન નામના ૩૫ વર્ષના મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠા લાલબાગ વિસ્તારમાં જૂની કલેકટર કચેરીના પાછળના ગેટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના સામાકાંઠે રહેતા નવઘણ મનુભાઈ ડુંગરા નામના ૨૨ વર્ષના યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર જુના જાંબુડીયા ગામે રહેતા વિજય લાભુભાઈ વિજવાડીયા નામના ૨૦ વર્ષના યુવાનને સ્વીડન સિરામિક નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News