હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના કરારમાં રાખવામા આવેલ ગંભીર બેદરકારીઓ સામે આંખ આડા કાન ! : કંપની ઉપર ઠીકરું ભાંગી, કોને બચાવવા મથામણ ?


SHARE













મોરબીમાં ઝૂલતા પુલના કરારમાં રાખવામા આવેલ ગંભીર બેદરકારીઓ સામે આંખ આડા કાન ! : કંપની ઉપર ઠીકરું ભાંગી, કોને બચાવવા મથામણ ?

મોરબીમાં ગત રવિવારે ઝુલતો પુલ તૂટી પડ્યો હતી ત્યારે તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર દ્વારા બચાવ માટે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને જ ક્યાંકને ક્યાંક તે ફિટ થાય તેવી શકયતો સેવાઇ રહી છે કેમ કે, મોરબીના જુલતા પુલની માલિકી નગરપાલિકાની અને પાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં કરાર કરીને આ ઝુલતો પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને કરાર કરીને સોપવામાં આવી છે જો કે, મોરબીના ઝૂલતા પુલ માટે કરેલા કરારમાં રાખવામા આવેલ ગંભીર બેદરકારીઓ સામે આંખ આડા કાન કરીને હાલમાં કંપની ઉપર ઠીકરું ભાંગવા માટેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે પરંતુ જે કરાર કરવામાં આવેલ છે તેમાં ઝૂલતા પુલ ઉપર કેટલા લોકોની કેપેસિટી છે ?, પુલ ઉપર એક સમયે કેટલા લોકોને જવા દેવા ? વીમો લેવાનો કે નહીં ?, વીમાનું પ્રીમિયમ કોણ ભરશે તે સહિતની ગંભીર બાબતોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી જે સરકાર, સ્થાનિક આગેવાનો કે પછી તપાસ કરતાં અધિકારીને કેમ દેખતું નથી તે સૌથી મોટો સવાલ છે.

મોરબી ઝુલતો પુલ ગત રવિવારની સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા છે ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કરાર કરીને કામ સ્વીકારનાર એજન્સીની ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ તપાસમાં સામે આવી છે જેમાં નદીની ઉપર પુલ હોવા છતાં લાઈફ ગાર્ડ જેકેટ, બોટિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા, તરવૈયા કે સિક્યુરિટી ગાર્ડ કેમ કરાર કરનાર એજન્સીએ રાખ્યા ન હતા તે માહિતી સામે આવી છે જો કે, જેની મિલકત છે તે મોરબી નગરપાલિકા દ્વારા જે કરાર કરી આપવામાં આવ્યો છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરવાની શરતે કરાર કરી આપવામાં આવ્યો હતી અને આ કરાર જે તારીખે કરવામાં આવેલ છે ત્યાર પછી પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી ગઈ છે જેમાં ઓરેવા ગ્રૂપને ઝૂલતા પુલની જવાબદારી આપવામાં આવી છે તેનો એજન્ડા લઈને ઠરાવ કરવામાં આવેલ નથી !

સુત્રોના કહેવા મુજબ મ્યુનિસિપાલટી એક્ટ મુજબ નગરપાલિકા હસ્તકની કોઈપણ મિલકત કે જેની કિંમત પાંચ લાખ કરતા વધુ થતી હોય તેવી મિલકતની જવાબદારી કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ટ્રસ્ટને આપતા પહેલા તે અંગેનો પાલિકાના જનરલ બોર્ડની અંદર ઠરાવ થવો જોઈએ અને ઠરાવ થયા બાદ તેની અમલવારી ચીફ ઓફિસરે કરાવવાની રહેતી હોય છે આ બનાવમાં આવું થયું નથી તે તો જગ જાહેર છે ત્યારે કરાર કરનારા અને પાલિકા બંનેની જવાબદારી સરખી ગણી શકાય તેવી ગંભીર બેદરકારીઓ હાલમાં સામે આવી રહી છે જેમાં કરાર કરી આપનારા પાલિકાના અધિકારી અને પદાધિકારીઓને ખબર જ હતી કે ઝુલતો પુલ નદી ઉપર છે તો પણ કરાર કરવામાં આવ્યો છે તેમાં ઘણી બધી મહત્વની બાબતોને ધ્યાનમાં જ લેવામાં આવી નથી તે હકકિત છે.

મોરબી પાલિકા દ્વારા જે કરાર કરીને ઓરેવા ગ્રૂપને કામ આપવામાં આવ્યું છે તે કરારમાં ટિકિટના ભાવ, કેટલો સમય સુધી પુલ રિપેરિંગ માટે બંધ રહેશે, કરાર કરનાર કંપની તેનું બ્રાન્ડિંગ કરી શકશે, કરાર પૂરો થયા પછી જે કન્ડિશન હોય તેમાં પુલ પાછો પાલિકા સાંભળી લેશે અથવા તો કરારને રિન્યૂ કરવામાં આવશે તેમજ પુલની આવક, ખર્ચા,  સ્ટાફની ભરતી, સફાઈ વિગેરેની જવાબદારી કરાર કરનારની રહેશે અને તેમાં સરકારી, બિન સરકારી કે પાલિકા હસ્તક્ષેપ કરી શકશે નહીં જો કે, કરાર કરી આપનાર કે પછી કરાર કરનાર એજન્સી દ્વારા ઘાણી બધી બાબતોની બેદરકારી રાખવાં આવી છે તેના માટે બંને પક્ષ સરખા ભાગે જવાબદાર ગણી શકાય તેમ છે કેમ કે, ઝુલતા પુલ મચ્છુ નદી ઉપર હોવા છતાં સહેલાણીઓને લાઈફ ગાર્ડ જેકેટ, નીચે નદીમાં બોટની વ્યવસ્થા રાખવી, તરવૈયા રાખવા, વિગેરે જેવી બાબતોને હાલમાં કરાયેલા કરારમાં લેવામાં આવેલ નથી.

આટલું જ નહીં પુલની કેટલા માણસોની કેપેસિટી છે તેવું લખેલ નથી, પુલ ઉપર એક સાથે કેટલા માણસોને જવા દેવા તેની કોઈ જ ગાઈડ લાઈનનો કરારમાં ઉલ્લેખ નથી તેવા સમયે માત્ર પુલ ઉપર જવા માટે ટિકિટ આપનારા ક્લાર્ક, મેનેજર, સિક્યુરિટી વાળા કે ઓરેવા ગ્રૂપ વાળાને કેવી રીતે જવાબદાર ગણવા તે સવાલ છે આટલું જ નહીં જો કોઈ પણ અકસ્માત થાય તો કોની જવાબદારી રહેશે તેનો કરારમાં કોઈ ઉલ્લેખ નથી ? અને પ્રવાસીના જાન માલનો વીમો ઉતરાવો કે નહીં !, વીમાનું પ્રીમિયમ કોણ ભરસે ? તેવી કોઈજ સ્પષ્ટતા કરવામાં આવેલ કરારમાં નથી જેથી કરીને સમગ્ર કોન્ટ્રાક્ટ અસ્પષ્ટ છે ત્યારે માત્ર કરાર કરનાર એજન્સી ઉપર ઠીકરું ભાંગવાના બદલે આ પુલના માલીક તરીકે કલેકટર અને ચીફ ઓફિસર કે જેમને પણ કરારમાં સંમતિ આપેલ છે તે પણ જવાબદાર ગણાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, તપાસનીશ અધિકારી દ્વારા આગળ શું કરવામાં આવશે અને આવી બેદરકારીના કેટલા મુદાને ધ્યાનમાં લેવામાં આવશે તે તો સમય જ બતાવશે કેમ કે, જાણકાર લોકોના કહેવા મુજબ આ કરારમાં જુલતા પુલના માલીક તરીકે બધી સ્પષ્ટતા કરવાની જવાબદારી કલેક્ટર અને ચીફ ઓફિસરની છે અને કોન્ટ્રાકટ એક્ટ મુજબ જે બાબતની સપષ્ટતા ન કરી હોય તેના માટે કોન્ટ્રાકટર જવાબદાર ન ગણાય કે કેમ તે ઉડીને આંખે વળગે તેવી ગંભીર પ્રકારની બેદરકારી છે અને હજુ પણ આગળ તપાસ શું સામે આવે છે તેના ઉપર સહુની નજર છે.






Latest News