મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતો પુલ તુટી પડવાના ગુનામાં પકડવામાં આવેલ પૈકી બાકીના ચારેય આરોપીઓ પણ જેલ હવાલે: સરકાર તરફે કરાયેલ સ્ટેની અરજી પણ રદ


SHARE









મોરબીમાં જુલતો પુલ તુટી પડવાના ગુનામાં પકડવામાં આવેલ પૈકી બાકીના ચારેય આરોપીઓ પણ જેલ હવાલે: સરકાર તરફે કરાયેલ સ્ટેની અરજી પણ રદ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો પકડાયેલા નવ પૈકીના ચાર આરોપીના રીમાન્ડ ઉપર હતા તેનો સમય પુરો થતા આજે કોર્ટમાં રજુ કર્યા હતા તે પૈકીના ઓરેવા કંપનીના બે કર્મચારીના વધુ પાંચ દિવસના ફર્ધર રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી જોકે આરોપી તરફે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં રાખીને હાલમાં ફર્ધર રિમાન્ડ અરજી રદ થતા સરકાર તરફથી સ્ટેની અરજી મુકવામાં આવેલ જેને પણ રદ કરાયેલ છે જેથી ચારેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાના મામલે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસ દ્વારા જે તે સમયે કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે નવ આરોપી પૈકીના પાંચ આરોપીને અગાઉ જેલ હવાલે કરવામાં આવ્યા હતા જોકે, મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સીના બે અને ઓરેવા ગ્રુપના બે કર્મચારીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આજે રિમાન્ડનો સમય પૂરો થતાં પોલીસ દ્વારા સરકારી વકીલ મારફતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારે મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સીના જે બે આરોપી હતા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી જો કે ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવેના વધુ પાંચ દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને તે બાબતે સરકારી વકીલ તેમજ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના ફર્ધર રિમાન્ડ માટેની અરજી રદ કરી હતી તેમજ સરકારી વકીલ મારફતે તે રિમાન્ડ માટેની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી જમીન અરજીની કાર્યવાહી ઉપર સ્ટેની અરજી કરી હતી જેથી કોર્ટે સ્ટેની અરજીને પણ રદ કરી છે જેથી હાલમાં જે ચાર આરોપીનો રિમાન્ડનો સમય પૂરો થતા તેને કોર્ટે જેલ હવાલે કરેલ છે




Latest News