વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે કયાથી ફોર્મ લેવાના અને ભરવાના રહેશે


SHARE









મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે કયાથી ફોર્મ લેવાના અને ભરવાના રહેશે

મોરબી જીલ્લામાં મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે અને આ બેઠક માટે ફોર્મ લેવાનું હાલમાં શરૂ થઈ ગયું છે ત્યારે ફોર્મ કયાંથી લેવાના રહેશે અને કયા ભરવાના છે તેની માહિતી અધિકારી  દ્વારા આપવામાં આવી છે તેમજ જુદાજુદા જાહેરનામાપ ના બહાર પાડવામાં આવેલ છે

૬૫-મોરબી ચૂંટણી અધિકારી અને મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ જણાવ્યુ છે કે, વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. તેના મોરબી બેઠક માટેના ફોર્મ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, મોરબી તાલુકા સેવા સદન, રૂમ નં.૧૦૩ લાલબાગ ખાતેથી ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ૬૬-ટંકારા વિધાનસભા ચૂંટણી માટે નાયબ કલેક્ટર નં. - ૨, મોરબી,  રૂમ નં. ૧ મામલતદાર કચેરી, ટંકારા અને મદદનીશ ચૂંટણી અધિકારી ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ટંકારા સમક્ષ તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્વ કરવામાં આવેલ છે.

તેવી જ રીતે વાંકાનેર બેઠક માટે વાંકાનેર તાલુકા સેવા સદન રૂમ નબર ૧૦૧ ખાતે સમક્ષ તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. ત્યાર બાદ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવશે અને તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેચી શકશે અને તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે મતદાન કરી શકશે

કેટલા લોકોએ ફોર્મ ભરવા આવવું

મોરબી જિલ્લામાં તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે તે પહેલા ફોર્મ ભરવામાં આવશે જે ફોર્મ ભરવા માટે કેટલા લોકોએ આવવું તેના માટે પણ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનાર અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવાનો છે
 

ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્‍ય ચિત્રો પર પ્રતિબંધ

મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર એ કોઈ પણ રાજકીય પક્ષો અથવા ઉમેદવાર પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટિસ ચોંટાડવા, સુત્રો કે ફાળવેલ નિશાનોના પ્રતિક વગેરે લખવા માટે મકાન માલિકની લેખિત પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વાહનો, રોડ વગેરેનો ઉપયોગ કરવા પર અને જાહેર મિલ્કત ઉપર આવું કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.




Latest News