મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટિયા પાસેથી ચોરાઉ વાહન-મોબાઈલ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ટીંબડી પાટિયા પાસેથી ચોરાઉ વાહન-મોબાઈલ સાથે એક પકડાયો

મોરબીના ટીંબડી પાટીયા પાસે એસઓજીની ટીમ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી નીકળેલા શખ્સને રોકીને ચેક કરતાં તેની પાસેથી વાહન બાઇક અને અને છ ચોરાઉ મોબાઈલ મળી આવ્યા હતા આજેથી પોલીસે તેને પકડીને ચોરાઉ મુદામાલને કબ્જે કરેલ છે અને આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એસઓજીના સતીષભાઇ ગરચર અને આસિફભાઇ રહીમભાઇ રાઉમાને મળેલી બાતમીને આધારે મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે શંકાસ્પદ હિલચાલ સાથે નીકળેલા હાજીભાઇ અકબરભાઇ માણેક રહે. સોઓરડી રામાપીરના મંદિર પાસે મોરબી મુળ વતન કુડા તાલુકા ધ્રાંગધ્રા વાળાની ચોરાઉ હીરો પ્લસ સ્પ્લેનડર જેની કિંમત ૪૦ હજાર તેમજ જુદા જુદા છ મોબાઇલ જેની કિંમત ૩૩ હજાર સાથે ઝડપી પડ્યો હતો અને આ શખ્સ તેમજ મુદામાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ છે આ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે




Latest News