મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું


SHARE







મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે જુદાજુદા સ્થળે કાર્યક્ર્મ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના મોડપર અને રંગપર બેલા ગામે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટેના કાર્યક્ર્મ હતા તેવી જ રીતે મોરબીમાં સુન્ની મુસ્લિમ  સમાજના લોકોએ જુલૂસ રદ કરીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

જશ્ને ઈદ ગૌષે આઝમ કા જુલૂસ રદ
મોરબીમાં સોમવારે ગૌષે આઝમ કી બારગાહ અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો માટે ઈસાલે સવાબ કી મહેફિલ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે ખુરેશી જમાતખાના મતવાવાસ મોરબી ખાતે રાખેલ અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ત્યાં હાજર રહ્યા હતા અને સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને પાંચ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઝૂલૂસ રદ કર્યું હતું

ધૂન, ભજન અને મહાપ્રસાદ
મોરબી તાલુકાનાં રંગપર બેલા ગામે આવેલા કેરાળીયા હનુમાનજી મંદિરે ઝૂલતા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના આત્માની શાંતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ ધૂન, ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા

મોડપર શ્રદ્ધાંજલિ
મોરબીમાં ઝૂલતા પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી તાલુકાનાં મોડપર ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને સાથે જ રામધૂનનું પણ ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને મોડપર સમસ્ત ગામ વતી શ્રદ્ધાંજલિ સભા અને રામધૂન રાખવામા આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા




Latest News