મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે તો પણ જવાબદારોની સામે આકરા પગલાં લેવાના બદલે તેને છાવરમાં માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મોરબીમાં ભારે આક્રોશ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્વયં સૈનિક દળ દ્વારા પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરવાના માલિક જયસુખ પટેલ સહિતના તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને હતભાગીઓના પરિવારને સરકાર તરફથી ૨૦ લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને નિરાધાર બનેલ બાળકોના શિક્ષણની સવલતો આપવામાં આવે તેવી પણ માંગ કરી છે મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધીની સ્વયં સૈનિક દળની રેલી યોજાઇ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા અને પુલ દુર્ઘટનાના દોષીતોની સામે આક્રોશ સાથે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી અને જયસુખ પટેલ સહિતના તમામને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું




Latest News