મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ

મોરબીમાં માતૃશ્રી દયાબેન મહીપતભાઈ શેઠ પરિવાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું અને તમા ઘણા લોકો હાજર રહ્યા હતા

લોકોની આંખમાં આંસુ હોય, મનમાં કોઈ મદદે આવે એની રાહ હોય, ચિંતાના અંધારા વચ્ચે કોઈ પ્રકાશની આશા હોય ત્યારે જે તમારી મદદે આવે એજ તમારો ભગવાન. મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સમગ્ર ઘટના વખતે જેઓએ ખડે પગે હાજર રહી માનવ સેવાનો ધોધ વરસાવતા સંજયભાઈ શેઠ દ્વારા બચાવ કામગીરી કરતા તમામ લોકોને નિઃશુલ્ક ભોજન જમાડયું હતું અને આફતના આ સમયમાં એકપણ મિનિટનો વિચાર કર્યા વગર તમામ લોકો માટે સદાવ્રત ખુલ્લું મુકયું હતું ત્યાર બાદ આ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે ગત બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અંતરાય કર્મની પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના દરબાર ગઢ મોટા દેરાસરમાં દેરાસરમાં બિરાજમાન તીર્થંકરોની પૂજા સાથે પાર્શ્વ મંડળના બહેનો તેમજ નાના બાળકો દ્વારા પૂજન બાદ નવકાર મહામંત્રનો જાપ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે માતૃ દયાબેન મહિપતભાઈ શેઠ, સંજયભાઈ મહિપતભાઈ શેઠ, નેહલબેન સંજયભાઈ શેઠ અને કાવ્યા સંજયભાઈ શેઠ સહિતનાઓએ તેનો લાભ લીધો હતો




Latest News