મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઓ બાપ રે: હવે મોરબી પાલિકાના મહિલા સદસ્યના પતિએ કરેલ બેફામ વાણી વિલાસનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ


SHARE









ઓ બાપ રે: હવે મોરબી પાલિકાના મહિલા સદસ્યના પતિએ કરેલ બેફામ વાણી વિલાસનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ

મોરબીના વોર્ડ નંબર ૧૨ માં આવતા બોરિયા પાટી વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ગત ચૂંટણીમાં રોડ રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી જો કે, આ સુવિધા હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ત્યાંના રહેવાસીએ કામ કરાવવા માટે “છાણ હોય તો” તેવું લખીને અણછાજતો મેસેજ કર્યો હતો જેને લઈને મહિલા સદસ્યાના પતિએ તે વ્યક્તિને વળતો ફોન કર્યો હતો અને બેફામ વાણી વિલાસ કર્યો હતો જેનો ઓડિયો હાલમાં મોરબીના સોશયલ મીડિયામાં વાઇરલ થયો છે જેના પડઘા આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં પડે તેવી શક્યતા છે અને ભાજપની મુશ્કેલી ઘટવાના બદલે વધી રહી હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પક્ષ દ્વારા ફુકી ફૂકીને ઉમેદવારો પસંદ કરવામાં આવી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવેલ નથી ત્યારે મોરબી પાલિકાના વોર્ડ નંબર ૧૨ માં આવતા બોરિયા પાટી વિસ્તારમાં રહેતા અશોકભાઇ ડાભી નામના વ્યક્તિએ ચારેય સદસ્યને તે વિસ્તારમાં લોકોની સુખાકારી માટે અગાઉ જે કામો કહેવામા આવ્યા હતા તે કામ માટે પાલિકાના તે વોર્ડના ચૂંટાયેલા ચારેય સભ્યોને મેસેજ કરલે હતા જેમાં તેને કામ કરવા બાબતે “છાણ હોય તો” તેવું લખીને ચારેય સભ્યોને અણછાજતો મેસેજ કર્યો હતો જેથી કરીને તે વિસ્તારના મોરબી પાલિકાના ચૂંટાયેલ ભાજપના મહિલા સદસ્યના પતિએ રોષે ભરાયને તેને ફોન કરીને બેફામ વાણી વિલાસ કર્યો હતો અને તેમાં સદસ્યાના પતિ દ્રારા પણ મર્યાદાઓ ઓળંગીને સામાવાળાને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી જે ઓડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.

આટલું જ નહીં ચૂંટાયેલ મહિલા સદસ્યના પતિએ તે નાગરિકને કહ્યું હતું કે “તારા બાપાના નોકર છીએ..?”, “મને કયારે પણ ફોન કે મેસેજ કરતો નહીં” અત્રે ઉલેખનીય છે કે, ગત ચૂંટણીમાં મત માટે જે પાંચ કામ વાડી વિસ્તાર માટે કહેવામા આવ્યા હતા તે કામ કરવામાં આવ્યા નથી જેની વાઇરલ થયેલા ઓડિયોમાં ચર્ચા કરવામાં આવી રહી છે જો કે, આ ઓડિયો સાચો છે કે કેમ તેની પુષ્ટિ અમે કરતાં નથી પરંતુ આવી રીતે મોરબીમાં લોકોની સાથે ભાજપના ચૂંટાયેલ મહિલા સદસ્યાના પતિ દ્વારા વાત કરવામાં આવે તો ૧૦૦ ટકા તેના પરિણામો આગામી દિવસોમાં આવનારી ચુંટણીમાં પડશે તેમ શંકાને કોઈ સ્થાન નથી.




Latest News